સુરતમાં આગની ઘટનાઓ સમયાંતરે બનતી હોય છે. ઘણી વખતે હોસ્પિટલની અંદર પણ એટલી ભીષણ આગ હોઈ શકે તેવા જીવ જોખમમાં મુકાઈ જાય છે.ત્યારે સુરતના અઠવા વિસ્તારમાં આજે યુનિક હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની અંદર ફાયરબ્રિગેડની મોકડ્રિલ કરવામાં આવી હતી. જેમાં આગ લાગતાં સમયે દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કેવી રીતે કાઢવામાં આવે તેમજ આગ પર કાબૂ કેવી રીતે મેળવવો તે અંગેની કામગીરી કરવામાં આવી હતી.
ફાયરબ્રિગેડ માટે અભ્યાસ યોજાયો
દરેક ઝોનમાં એક વખત મોક ડ્રિલ કરવાનું આયોજન ફાયર વિભાગ દ્વારા કરવામાં આવતું હોય છે. સુરતમાં આવેલી હાઈ રાઈઝ ટેક્સ્ટાઇલ માર્કેટ, હોસ્પિટલ, હાઈરાઈઝ ઇમારતોમાં આગની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. તેવા સમયે કોઇ જાનહાનિ ન થાય તે ખૂબ જરૂરી છે. ફાયર વિભાગની સતર્કતા શહેરની અંદર કામ કરતું હોય છે. પરંતુ ઘણી વખત તેમની બેદરકારીઓ પણ સામે આવતી હોય છે. ઘણીવાર તક્ષશિલા અગ્નિ કાંડ જેવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે.
બે હોસ્પિટલમાં અભ્યાસ કરાયો
ફાયર ઓફિસર હરીશ ગઢવીએ જણાવ્યું કે, આજે સવારમાં અઠવા ઝોનના ફાયર વિભાગ દ્વારા યુનિક હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની મોકડ્રિલ કરવામાં આવી હતી. જેમાં ફાયર ટેન્કર, વોટર ટેન્કર, વગેરે સાથે તમામ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને મોક ડ્રિલમાં ભાગ લીધો હતો. સિવિલ હોસ્પિટલમાં 6 તારીખે મોકડ્રિલ કરવાની હતી પરંતુ દિવાળી હોવાને કારણે વિલંબ કર્યો થયો હતો. એ જ રીતે યુનિક હોસ્પિટલમાં પણ આજે સવારે મોકડ્રિલ કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.