પૂર્વ તૈયારી:સુરતમાં આગની દુર્ઘટનાને રોકવા માટે 27 જેટલી હોસ્પિટલમાં ફાયરબ્રિગેડ દ્વારા મોકડ્રિલનું યોજાઈ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત ફાયરબ્રિગેડ દ્વારા સતત મોકડ્રિલના આયોજન કરવામાં આવી રહ્યાં છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
સુરત ફાયરબ્રિગેડ દ્વારા સતત મોકડ્રિલના આયોજન કરવામાં આવી રહ્યાં છે.(ફાઈલ તસવીર)
  • એક મહિનામાં ફાયરબ્રિગેડે અલગ અલગ હોસ્પિટલમાં ડેમો યોજી માર્ગદર્શન આપ્યું

છેલ્લા એક મહિના દરમિયાન શહેરની વિવિધ 27 જેટલી હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન કરાયુ હતું. આવી ઘટનાઓને અટકાવવા તેમજ હોસ્પિટલના સ્ટાફને જગૃત કરવા અને આગની ઘટનાઓને પ્રાથમિક તબક્કે કંટ્રોલ કરી શકાય, તેમજ હોસ્પિટલોમાં વસાવેલા ફાયરના સાધનોનો સ્ટાફ પોતે ઉપયોગ કરી શકે અને આગની ઘટનાઓ ઉપર કાબુ મેળવી શકે તેવા હેતુથી સુરત ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલનું આયોજન કરાયું હતી. જેમાં ડોક્ટર તથા નર્સ સહીત સ્ટાફને ફાયર સેફટીને લઇને જરૂરી માર્ગદર્શન આપી તેમજ જાગૃત કરી આગની ઘટનાઓના સમયે કરવામાં આવતી જરૂરી મગીરી અંગે તાલીમ આપવામાં આવી રહી છે.

હોસ્પિટલના કર્મચારીઓને માર્ગદર્શન અપાયું
ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરમાં એપ્રિલ મહિનામાં ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતુ. નવી સિવિલ- સ્મીમેર હોસ્પિટલ સહિતની ખાનગી હોસ્પિટલો મળીને 27 જેટલી હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન કરી ડોકટર, નર્સ, ચોથા વર્ગના કર્મચારીઓ સિક્યુરિટી ગાર્ડ સહિતના સ્ટાફને આગ લાગે ત્યારે બચાવ કામગીરી, આગની ઘટનાને કેવી રીતે કાબુમાં કરી શકાય, તેમજ હોસ્પિટલમાં વસાવવામાં આવેલા ફાયર એક્ઝિટગ્યુર સહિતના ફાયરના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય વિગેરે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામક આવ્યું હતું. સાથે સાથે ફાયરના સાધનોના ઉપયોગ અંગે તાલીમ આપવામાં આવી હતી.

મોકડ્રિલની કામગીરી યથાવત રહેશે
ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મોકડ્રિલને પગલે હોસ્પિટલનો સટાફ જાગૃત થઇ રહ્યો છે. મોકડ્રિલ યોજવા દરમિયાન શહેરની ચાર ચાર જુદી જુદી હોસ્પિટલોમાં વાસ્તવિક આગની ઘટનાઓ બની હતી. ત્યારે ત્યાંના સ્ટાફ દ્વારા જાતે જ ફાયરના સાધનોનો ઉપયોગ કરીને આગ ઉપ૨ પ્રાથમિક રીતે કંટ્રોલ મેળવવામાં આવ્યું હતું. તેમજ ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી.આગળ પણ મોકડ્રિલની કામગીરી યથાવત રહેશે.

ખટોદરા હોસ્પિ.માં મોકડ્રિલ યોજાઈ
આજે ખટોદરા આઈએલએસ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ હતી. સવારે 10 કલાકે હોસ્પિ.ના બીજા માળે આવેલ સેમી એસી આઇસીયુ વોર્ડમાં આગ લાગવાનો ફાયર વિભાગના નાકંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો. જેથી માનદરવાજા, મજૂરાગેટ ફાયર સ્ટેશનથી ફાયરના અધિકારીઓ અને જવાનો સહિત 50 થી 55 કર્મચારીઓનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો હતો અને બીજા માળે આઈસીયુમાં ફસાયેલા પાંચ દર્દીઓનો રેસ્ક્યુ કરાતા. અને બીજા વોર્ડમાં શિફટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ હોસ્પિટલના ડોક્ટર, નર્સ સહીત સ્ટાફને આગની ઘટના અંગે તાલિમ આપવામાં આવી હતી.