કર્મીઓમાં અસંતોષ:MLAને વેતન મળ્યું, કર્મચારી ચૂંટણી મહેનતાણાથી વંચિત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેનતાણા મુદ્દે ચૂંટણી કમિશનરને રજૂઆત કરાઇ

સરકાર રચાયા બાદ મંત્રી મંડળ જાહેર થઇ ગયું છે એટલું જ નહીં પણ નવા વરાયેલા ધારાસભ્યોનું પહેલું માનદ વેતન પણ ચુકવાય ગયું છે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીની કામગીરી કરનારા સુરત મહાનગરપાલિકાના 8 હજારથી વધુ કર્મચારીઓને હજુ સુધી મહેનતાણું ન મળ્યું હોવાની રાવ નંખાઈ હતી. કર્મીઓએ ડિલે થયેલા ચૂંટણીલક્ષી મહેનતાણાની રકમ ન મળતાં ચૂંટણી કમિશનને પણ રજૂઆત કરી હતી. જોકે હાલ સુધી કોઇ પ્રતિસાદ ન મળતાં રાજ્યના ચૂંટણી પંચે આગામી તા.15મી જાન્યુઆરી સુધીમાં મહેનતાણાની રકમ ફાળવી તેના પ્રમાણપત્રની નકલ મોકલી આપવા જિલ્લા ચૂંટણી અધિકારીઓને સૂચના આપી હોવાનું જાણવા મળ્યું હતું.

સુત્રોએ કહ્યું કે, વિધાનસભા ચૂંટણીને મહિનો વીતી ગયો છે. છતાં મતદાન પ્રક્રિયા તેમજ અન્ય ચૂંટણીલક્ષી કામગીરીમાં રોકાયેલા પાલિકાના 8 હજારથી વધુ કર્મચારીઓને મહેનતાણાની રકમ ચૂકતે કરાઇ ન હોવાની બાબત સામે આવી હતી. આ અંગે સુરત મહાનગરપાલિકાના કર્મીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો. પ્રિસાઇડિંગ ઓફિસર, પોલીંગ ઓફિસર તથા ચૂંટણીલક્ષી કામગીરી પાલિકાના કર્મીઓએ સેવા બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...