તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકીભર્યો સૂર:સુરતમાં આડા ચાલી રહ્યા છે તેમને ભગાવી ભગાવીને તોડાવી નાખવાના છે, પ્રચારસભામાં ધારાસભ્ય વિનુ મોરડિયાનું નિવેદન

સુરત19 દિવસ પહેલા
કતારગામના ધારાસભ્ય પ્રચારસભામાં સંબોધન કરતા નજરે પડી રહ્યા છે.
  • ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ભાન ભૂલી રહ્યા છે
  • રીસાયેલા કાર્યકર્તાઓ અને હવે મનાવવામાં આવશે નહીં

સુરત શહેરના કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા હાલ કોર્પોરેશનની ચૂંટણી પ્રચાર દરમિયાન સતત વિવાદમાં આવી રહ્યા છે. ધારાસભ્ય વિનુ મોરડિયા પોતાના મતવિસ્તારના ઉમેદવારોનો પ્રચાર કરતાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વિનુ મોરડિયાએ કહ્યું કે, હવે જે લોકો રિસાયેલા છે તેઓને મનાવવાના દિવસો પુરા થયા છે, જેમણે આવવું હોય તે પોતે આવી જાય હવે અમે મનાવવાના નથી. મારો તો સ્વભાવ જ એવો નથી કે હું કોઈને મનાવવા ન જાઓ. આડા ચાલી રહ્યા છે તેમને ભગાવી ભગાવીને તોડાવી નાખવાના છે. વિનુ મોરડીયાને લઈને આમ પણ સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે.

ધમકીભર્યો સુર જાહેર મંચ પરથી વ્યક્ત કર્યો
પ્રચાર દરમિયાન ધારાસભ્ય વિનુ મોરડિયાએ કહ્યું હતું કે, જે લોકો આડા ચાલી રહ્યા છે તેઓ અલગ અલગ જગ્યા કાર્યાલયો ખોલવાની ખુજલી આવી છે. એવા તમામને હું જાહેર મંચ પરથી કહું છું કે, દોડાવી દોડાવીને તોડી નાખવાનાએ પ્રકારનો ધમકીભર્યો સુર જાહેર મંચ પરથી તેમણે વ્યક્ત કર્યો હતો. વિનુ મોરડિયાનો અહંકાર એટલો ચરમસીમાએ પહોંચ્યો કે તેમણે સ્પષ્ટ કર્યું કે, હવે કોઈને મનાવવાના નથી. એ દિવસો પૂરા થઈ ગયા કે કોઈ પક્ષમાંથી રિસાઈ જાય અને તેને મનાવવા માટે આપણે કામે લાગી જઇએ.

બે દિવસ પહેલા સવાલ કરનાર નાગરિકને ધારાસભ્યે પોલીસને સોંપી દીધો હતો.
બે દિવસ પહેલા સવાલ કરનાર નાગરિકને ધારાસભ્યે પોલીસને સોંપી દીધો હતો.

નાગરિકે સવાલ કરતા ધારાસભ્યે પોલીસને સોંપી દીધો હતો
થોડા દિવસ પહેલા વિનુ મોરડિયાને એક સ્થાનિકે સામાન્ય પ્રજા માસ્ક વગર દેખાય છે તેની પાસેથી હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવે છે તમે કેમ માસ્ક પહેર્યા વગર પ્રચાર કરી રહ્યા છો. કોરોના સમયે સામાન્ય પ્રજાને ખૂબ મુશ્કેલી પડે ત્યારે તમે ક્યાં ગયા હતા? આટલું સાંભળીને ધારાસભ્ય વિનુ મોરડિયા ઉશ્કેરાઈ ગયા હતા. આ પ્રકારનો સવાલ પૂછતા વડીલ અને તેના પુત્રને પોલીસને સોંપી દીધા હતા.

પ્રચાર સભામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.
પ્રચાર સભામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.

પ્રદેશ અધ્યક્ષ પાટીલના સૂચનને પણ ઘોળીને પી ગયા
પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તમામ નેતાઓને સૂચન કર્યું છે કે પ્રજાની વચ્ચે જઈને તેમના પ્રશ્નો સાંભળવા અને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે યોગ્ય પ્રયાસ કરવો અને તેમની સાથે ખૂબ જ માન ભર્યું વર્તન કરવું જોઈએ. એ પ્રકારનો સતત સૂચન આપવામાં આવી રહ્યું છે છતાં વિનુ મોરડીયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કરતાં પણ મોટા હોય તેમ તેમણે આપેલા સૂચનોને પણ ઘોળીને પી ગયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો