તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિઝનેસ:મિતિષ મોદીએ ફોર્મ પાછું ખેંચ્યું, ચેમ્બરની ચૂંટણી રદ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિમાંશુ બોડાવાલા ઉપપ્રમુખ બનશે

27મી જૂનના રોજ ચેમ્બર ઓફ કોમર્સના ઉપ્રમુખ પદની ચૂંટણી યોજાવાની હતી. ગત રોજ એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા બાદ બે ઉમેદવારો મેદાનમાં હતાં. પરંતુ ગુરુવારે સીએ મિતિષ મોદી ફોર્મ પરત ખેંચી લેતા હિમાંશુ બોડાવાલા બિનહરીફ ઉપપ્રમુખ પદ માટે પસંદ થયા છે.

બુધવારે દિપક શેઠવાળાએ ફોર્મ પરત ખેંચી લેતા સીએ મિતિષ મોદી અને હિમાંશુ બોડાવાલા મેદાનમાં હતાં. પરંતુ ગુરુવારે સીએ મિતિષ મોદીએ પણ ફોર્મ પરત ખેચી લેતા હિમાંશુ બોડાવાલા ચેમ્બરના ઉપપ્રમુખ પદ માટે બિનહરીફ પસંદ થયા છે. જો કે, થોડાં દિવસ અગાઉ જ સીએ મિતિષ મોદીએ ઈલેક્શન કમિટિ અને ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાને પત્ર લખીને કહ્યું હતું કે, ઉપપ્રુખ ઈલેક્શનની જગ્યાએ સિલેક્શનથી પસંદ થવા જોઈએ. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે સીએ મિતિષ મોદીને છેલ્લા 7 દિવસથી ફોર્મ પરત ખેંચવા માટે સમજાવટ કરવામાં આવી રહી હતી. જેથી તેઓ માની ગયા હતાં.

ચૂંટણીને બદલે ઉદ્યોગો ઉભા થાય તે જરૂરી છે
ઉમેદવારી ફોર્મ પરત ખેચનાર મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, ‘કોરોના કાળમાં ચૂંટણી કરવાની જગ્યાએ હાલ જ્યારે ઉદ્યોગની સ્થિતિ સારી નથી ત્યારે સૌએ ઉદ્યોગો ફરી બેઠા થાય તે માટે કામ થાય તે આવશ્યક છે. જેને પગલે મેં ચેમ્બરની ઈલેક્શન કમિટિને મારું વિડ્રોલ આપી દિધું છે.

અન્ય સમાચારો પણ છે...