સચિન સ્થિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ડાયમંડ એકસપોર્ટ કૌભાંડ કરનારા આરોપી મીત કાછડિયાની આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા બુધવારે નામંજૂર કરવામાં આવી હતી. સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જામીન અરજીનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે કેસ માત્ર અન્ડર વેલ્યુએશનનો નથી, હવાલા અને સ્મગલિંગનો પણ છે.
27000 કેરેટના ડાયમંડ 2700 કેરેટના બતાવાયા હતા. દરમિયાન, સમગ્ર કેસમાં કસ્ટમ-ડીઆરઆઇની સાથે હવે ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની પણ એન્ટ્રી થઈ છે. કોર્ટે નોંધ્યુ હતુ કે આગોતરા જામીન અરજી રદ કરવા માટેના પૂરતા કારણો છે. આરોપી કસ્ટમ વિભાગને પુરતો સહકાર આપી રહ્યો નથી.
DRI નબળું પડયુ, હવાલાનો એંગલ
કેસમાં આશ્ચર્ય વચ્ચે કસ્ટમ વિભાગે DRIને સાઇડ ટ્રેક કરીને તપાસ પોતાની પાસે રાખી હતી. DRIના અધિકારીઓ આ કેસમાં હોવા છતાં કંઇ કરી શક્યા નહતા. હવે આ કેસમાં હવાલાનો એન્ગલ આવતો હોય ઇડીએ પણ એન્ટ્રી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.