કાર્યવાહી:204 કરોડના ડાયમંડ હવાલા કાંડમાં આરોપી મીત જેલમાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સચિન સેઝમાં બોગસ પેઢી ઊભી કરી કૌભાંડ આચર્યું હતું
  • એક્સપોર્ટ કરાયેલાં 30 કન્સાઇન્મેન્ટ મુદ્દે તપાસ યથાવત્

સચિન સેઝમાં યુનિવર્સલ નામની પેઢી ખોલીને આચરાયેલાં રૂ.204 કરોડના ડાયમંડ હવાલા કાંડમાં દિલ્હી કસ્ટમની ગીરફતમાં આવેલા આરોપી મીત કાછડિયાના 2 દિવસના રિમાન્ડ પૂરા થતાં બુધવારે ચીફ કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં કસ્ટમના અધિકારીઓએ વધારાના 2 દિવસના રિમાન્ડ માગ્યા હતા જે કોર્ટે નામંજૂર કરતા આરોપીને જેલ કસ્ટડીમાં મોકલતો હુકમ કરાયો હતો. સરકાર તરફે એપીપી ધર્મેન્દ્ર પ્રજાપતિએ દલીલો કરી હતી કે, તપાસ હજી ચાલી રહી છે અને ઘણી બાબતો પર ખુલાસો થવાનો બાકી છે.

આરોપી મીત કાછડિયાએ સેઝમાં યુનિટ શરૂ કરીને લેબમાં તૈયાર થતાં ડાયમંડને પ્રોસેસ કરીને એક્સપોર્ટ કરવાનો ધંધો શરૂ કર્યો હતો. જો કે, ડીઆરઆઇએ દરોડા પાડતા તપાસમાં મોટું કૌભાંડ સામે આવ્યુ હતુ. મીત કાછડિયા ઓરિજિનલ ડાયમંડ જ એક્સપોર્ટ કરતો હોવાનો ખુલાસો થયો હતો.

ડાયમંડના જે 2 કન્સાઇન્મેન્ટ જપ્ત કરાયા હતા તેનું વેલ્યુએશન રૂ.204 કરોડ હોવાનો ખુલાસો થયો હતો. દરોડા બાદ મીત કાછડિયા ફરાર થયો હતો અને કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે નામંજૂર કરાઈ હતી. કસ્ટમના અધિકારીઓ મીત કાછડિયાને પકડવામાં સફળ રહ્યા ન હતા. આખરે લુક આઉટ નોટિસના આધારે આરોપી દિલ્હી એરપોર્ટ પરથી પકડાયો હતો.

કોના ડાયમંડ નિકાસ કરાયા એ રહસ્ય
તપાસ અધિકારી લાંબા સમયથી એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અગાઉ જે ડાયમંડના 30 કન્સાઇન્મેન્ટ એક્સપોર્ટ કર્યા છે તે કોના છે, કેમકે હાલ આરોપી આ બાબતે માહિતી ન આપી રહ્યો હોવાની માહિતી સામે આવી છે. જે 3 લેપટોપ અને એક આઇપેડ કબજે કરાયા છે તેને ફોરેન્સિક ટીમ પાસે મોકલી આપવામાં આવ્યા છે. તેમાંથી કોઈ મોટો ધડાકો થાય એવી સંભાવના દેખાઈ રહી છે. આજે રિમાન્ડના મુુદ્દામાં તપાસ કંઇ દિશામાં આગળ વધી રહી છે તેનો મોટો ખુલાસો કરવામાં આવ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...