તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Murder Mistry Case Solved, Husband Kills Wife's Ex boyfriend, Throws Deceased's Phone In Goods Train In Film Scene Style

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત મર્ડર મિસ્ટ્રી:પતિએ પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી, ફિલ્મ દ્રશ્યમ સ્ટાઈલમાં મૃતકનો ફોન ગુડ્સ ટ્રેનમાં ફેંક્યો, પોલીસને ગોથે ચડાવવા પ્રયાસ

સુરતએક મહિનો પહેલા
મૃતદેહ મળ્યો તે ઘટના સ્થળ અને ઈનસેટમાં મૃતક અજય (ઉપર) અને આરોપી સાગર ઉર્ફે અનિલ (ડાબે )ની ફાઈલ તસવીર.
  • ગુડ્સ ટ્રેન રાજસ્થાન જઇને સ્ટોપેજ કરતા હત્યા કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી

સુરત શહેરમાં પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા પ્રકરણમાં આરોપીઓએ ફિલ્મ દ્રશ્યમ સ્ટાઇલ વાપરી પુરાવવાઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ફિલ્મ દ્રશ્યમની સ્ટાઇલમાં આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા મૃતકનો મોબાઈલ ફોન ગુડ્સ ટ્રેનમાં નાખી દીધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકે, ગુડ્સ ટ્રેન રાજસ્થાન જઇને સ્ટોપેજ કરતા હત્યા કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી હોવાનું કહી શકાય છે.

ઘટના શું હતી?
ડી. જે.ની ઓફિસ જવાનું કહી ચાર દિવસ પહેલાં ઘરેથી નીકળેલા નવાગામ આર.ડી. કોપ્લેક્સમાં રહેતા અજય દગડુ મોરેની હત્યા કરી લાશ દફનાવી દેવામાં આવી હતી. 29 વર્ષીય અજય મોરેની લાશ ઉધના રેલવે ટ્રેક પાસે આવેલી ખુલ્લી જગ્યામાં દાટી હોવાનું માલુમ પડતાં પોલીસે લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલાવી છે. આ સાથે જ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી અજય મોરેની હત્યા કરનારા સગીર સહિતની બેની ધરપકડ કરી હતી. આ સાથે જ પોલીસ સામે આવેલી હકીકત મુજબ અજય મોરે એક યુવતી સાથે પ્રેમમાં હતો, પરંતુ આ યુવતીના થોડા મહિના પહેલા સાગર ઉર્ફે અનિલ બાગલે (રહે. ભીમનગર આવાસ, ઉધના) સાથે લગ્ન થયાં હતા. લગ્ન બાદ તેણીએ અજય સાથે બોલચાલ બંધ કરી હતી. તેણીએ બોલચાલ બંધ કરી દીધી હોવા છતાં અજય મોરે તેણીને કોલ કરી હેરાન કરતો હતો.

ડિક્મપોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
ડિક્મપોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

ફિલ્મી સ્ટાઇલમાં પોલીસને ગેર માર્ગે દોરવાનો પ્રયાસ
એક અઠવાડિયા પહેલા અજય મોરેની હત્યા બાદ આરોપીએલાશ સળગાવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સળગેલી લાશ દફનાવી પુરાવાનો નાશ કર્યો હતો. જોકે, ગણતરીના કલાકોમાં રેલવે પોલીસે આરોપી પતિ અને એક સગીરની ધરપકડ કરી આગળની તપાસ કરતા ફિલ્મી સ્ટાઇલમાં પોલીસને ગેર માર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હતો.

પૂર્વ પ્રેમી પત્નીને રંજાડતો હોવાથી હત્યા કરી (આરોપી પતિ અને તેની પત્નીની ફાઈલ તસવીર).
પૂર્વ પ્રેમી પત્નીને રંજાડતો હોવાથી હત્યા કરી (આરોપી પતિ અને તેની પત્નીની ફાઈલ તસવીર).

પતિએ સમજાવવા માટે બોલાવ્યો હતો
અજય વારંવાર કોલ કરી હેરાન કરતો હોવાથી તેણીએ સમગ્ર હકીકત પતિને જણાવી હતી. દરમિયાન તેણીના પતિએ અજય મોરેને સમજાવવા માટે બોલાવ્યો હતો. આ દરમિયાન બંનેએ એકસાથે દારૂ પીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીના અંતે અનિલે ચપ્પુ અને પથ્થરના ઘા ઝીંકી અજયની ઘાતકી હત્યા કરી હતી.

સગીર સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી.
સગીર સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી.

સગીર સહિત બેની ધરપકડ
અજયની હત્યા કર્યા બાદ તેની લાશ પર પેટ્રોલ છાંટી સળગાવી ઉધના રેલવે ટ્રેક નજીક દાટી દીધી હતી. રેલવે પોલીસે અજય મોરેની હત્યા કરનાર સાગર ઉર્ફે અનિલ બાગલે સહિત એક સગીરની ધરપકડ કરી હતી.

ધરપકડ બાદ આરોપીએ હત્યાની ચોંકાવનારી કબૂલાત કરી.
ધરપકડ બાદ આરોપીએ હત્યાની ચોંકાવનારી કબૂલાત કરી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો