તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:‘દેવુ થયું છે’ મેસેજ કરી પાલિકાનો કર્મી પત્ની-સંતાનો સાથે લાપતા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મીના ભાઈએ સલાબતપુરામાં ફરિયાદ નોંધાવી

પાલિકામાં બેલદાર તરીકે નોકરી કરતો યુવક પત્ની અને દીકરી-દીકરા સાથે ઘર છોડીને જતો રહ્યો છે. સલાબતપુરા પોલીસથી મળતી માહિતી મુજબ કરાડવા રોડ પર આરાધના રો-હાઉસમાં રહેતો મયુર પ્રકાશ પટેલ(૩૨ વર્ષ) પાલિકામાં નેચર પાર્કમાં બેલદાર છે. પરિવારમાં પત્ની જીગીશાબેન(29 વર્ષ)દીકરી દીશા( 9 વર્ષ)અને દીકરો અંશકુમાર(2 વર્ષ) છે. બુધવારે સવારે મયુર તેના ભાઈ ધર્મેશ પટેલ(રહે. શાસ્ત્રીનગર,ખટોદરા)ને આધારકાર્ડ આપવા આવ્યા બાદથી ક્યાંક જતો રહ્યો છે.

ત્યાર બાદ મયુરે તેના ભાઈને વોઈસ મેસેજ મોકલ્યો હતો. તેમાં તેને કહ્યું હતું,‘ કે મારે દેવું થઈ ગયું છે તેથી પરિવાર સાથે જાઉું છું,અમને શોધવાનો પ્રયત્ન કરતા નહીં.’ તેથી ધર્મેશે તમામ સંબંધીઓને આ વાત કરીને તેને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ મળ્યા નહતા. ધર્મેશે ચારેય જણા ગુમ થયા હોવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...