પ્રશંસા:દાદર-કેવડિયા ટ્રેનમાં સુરત જતી મહિલા મુસાફરનો ગુમ થયેલ ફોન કોચ એટેન્ડન્ટે ઘરે જઈને પરત કર્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવે અધિકારીએ પત્ર લખી પ્રશંસા કરી

દાદર-કેવડિયા ટ્રેનમાં સુરત જતી મહિલા મુસાફરનો ગુમ થયેલ ફોન કોચ એટેન્ડન્ટે ઘરે જઈને પરત કર્યો. ચાલતી ટ્રેનમાં ફોન ખોવાઈ જાય ત્યારે ફોન શોધવો ઘણીવાર અશક્ય બની જાય છે,દાદર-કેવડિયા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી એક મહિલા પેસેન્જરનો ફોન ફર્સ્ટ એસી કોચમાં ખોવાઈ ગયો હતો.જેની જાણ કોચ એટેન્ડન્ટે મહિલા પેસેન્જરને ફોન કરીને કરી હતી. મહિલા મુસાફર દીપ્તિ દત્તા દાદર-કેવડિયા એક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચમાં દાદરથી સુરત જતી હતી.

સુરત ઉતર્યા બાદ તેનો ફોન ટ્રેનમાં જ રહી ગયો હતો. પરંતુ જ્યારે ફર્સ્ટ એસી કોચના એટેન્ડન્ટ અભિષેક મિશ્રાએ આ ફોન જોયો તો તેણે તેને પોતાની પાસે રાખ્યો. તેને ખબર હતી કે આના પર ફોન આવશે. મહિલાના પતિનો ફોન આવતા તેણે ફોન ઉપાડ્યો અને બે મિનિટ બાદ મહિલાના સરનામે પહોંચીને ફોન પરત કર્યો. મહિલા મુસાફરે વેસ્ટર્ન રેલવેના અધિકારીઓને પત્ર લખીને આ કામ માટે એટેન્ડન્ટ અભિષેકની ઈમાનદારીની પ્રશંસા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...