દુષ્કર્મ:ચોકબજારમાં જોબવર્કના બહાને કિશોરી પર દુષ્કર્મ

સુરત6 મહિનો પહેલા
આરોપી રમેશ પાંડવની ધરપકડ કરાઈ
  • પિતા-ભાઈને મારવાની ધમકી આપી
  • 28 વર્ષીય રમેશ પાંડવની ધરપકડ કરાઈ

ચોકબજાર વિસ્તારમાં રહેતી 17 વર્ષિય કિશોરીને હેન્ડ વર્કની જોબ અપાવવાના બહાને ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં કોઈને જાણ કરી તો તેના ભાઈ-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચોકબજારના વેડ રોડ વિસ્તારમાં રહેતા પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત 17 વર્ષિય દીકરી રોશની( નામ બદલ્યું છે) છે. નજીકમાં વેડરોડ પર શિવ છાયા સોસાયટીમાં રહેતો આરોપી રમેશ ઉર્ફ રામલો ઉર્ફ રામ ભરત પાંડવ ( ઉ.વ. 28 ) પરિચિત મહિલાઓને કાપડ પર સ્ટોન ચોંટાડવાનું હેન્ડ વર્કનું જોબ વર્ક અપાવવાનું કામ કોન્ટ્રાક્ટ પર કરે છે.

ડિસેમ્બર 2020માં આરોપી રમેશે રોશનીની માને કહ્યું કે, રોશનીને તેના ત્યાં મોકલશે તો તે હેન્ડવર્કનું જોબ અપાવશે. તેથી આર્થિક મદદ પણ થશે. તેથી રોશનીની માએ તેણીને હેન્ડવર્ક માટે રમેશના ત્યાં મોકલતી હતી. ત્યારે રમેશે એક વખત રોશની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પછી રમેશે તેણીને ધમકી આપી કે, જો આ વાત કોઈને કરી તો તારા ભાઈ- પિતાને જાનથી મારી નાંખીશ. ત્યાર બાદ રમેશે વારંવાર તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. રમેશથી ત્રસ્ત રોશનીએ શનિવારે માતા-પિતાને આ બાબતે જાણ કરી હતી. રોશનીની માતાએ આરોપી રમેશ વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી પરણેલો છે અને એક સંતાન છે.

અન્ય સમાચારો પણ છે...