તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેતન વધારાની માગ:સુરતના કાપોદ્રામાં મીરા જેમ્સના રત્નકલાકારોએ પગાર વધારાની માગ કરી કામકાજથી અળગા રહી વિરોધ કર્યો

સુરતએક મહિનો પહેલા
રત્નકલાકારોએ કંપનીની સામે જ વિરોધ કરી નારેબાજી કરી હતી.
  • હજાર જેટલા રત્નકલાકારોએ કામકાજ બંધ રાખી નારેબાજી સાથે વિરોધ કર્યો

સુરત શહેરમાં પગાર વધારાની માગણી રત્ન કલાકારો કફેક્ટરી સંચાલકો સામે મૂકી રહ્યા છે. હીરાબાગ વિસ્તારમાં આવેલી મિલેનિયમ ડાયમંડ માર્કેટમાં રત્નકલાકારોએ વિરોધ નોંધાવ્યો હતો. મીરા જેમ્સમાં છેલ્લા સાત વર્ષથી કામ કરતા હજાર જેટલા રત્ન કલાકારોએ પોતાના પગાર વધારાની માગણી કરી હતી, સાથે જ હજાર કરતાં વધારે કારીગરોએ એકસાથે કામ બંધ કરી દીધું હતું અને નારેબાજી કરી માગ બૂલંદ બનાવી હતી.

રત્નકલાકારોએ તેજીના સમયને જોઈને પગાર વધારાની માગ કરી છે.
રત્નકલાકારોએ તેજીના સમયને જોઈને પગાર વધારાની માગ કરી છે.

તેજી હોવાથી પગાર વધારવા માગ
હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ જોતા નાણાભીડ ઓછી થઈ છે. મોટા ભાગનો વ્યવહાર કેસમાં શરૂ થઈ ગયો છે. ત્યારે રત્ન કલાકારો પણ માંગ કરી રહ્યા છે કે, તેમના વેતનમાં વધારો કરવામાં આવે છેલ્લા ઘણા સમયથી એક જ પગાર પર કામ કરતાં રત્નકલાકારો અમે હિંમતભેર પોતાની માગણી વ્યક્ત કરી રહ્યા છે.ડાયમંડ માર્કેટમાં પોલિશ્ડ ડાયમંડની માગ ઊભી થતાં ફેક્ટરી સંચાલકોને ખૂબ મોટો લાભ થઈ રહ્યો છે. ડાયમંડ ફેક્ટરી શરૂ થતાની સાથે રત્નકલાકારો કામ પર જોડાઈ ગયા છે. પરંતુ તેમના વર્તનમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ કોરોના સંક્રમણ કાળ દરમિયાન જેટલા સમય માટે ડાયમંડની ફેકટરીઓ બંધ હતી તેનો પગાર પણ તેમને ચૂકવવામાં આવ્યો નથી. મીરા જેમ્સના કારીગરો પોતાની માંગણીને લઇને એકાએક કામથી અળગા થઈ જતા માર્કેટમાં ચર્ચા શરૂ થઈ હતી.

રજૂઆતો કંપની ન સાંભળે તો ક્લેક્ટરને રજૂઆત કરવાની તૈયારી રત્નકલાકારોએ દર્શાવી છે.
રજૂઆતો કંપની ન સાંભળે તો ક્લેક્ટરને રજૂઆત કરવાની તૈયારી રત્નકલાકારોએ દર્શાવી છે.

ક્લેક્ટરને પણ રજૂઆત કરીશુ-રત્નકલાકાર
રત્ન કલાકાર અરવિંદ વાઘેલાએ જણાવ્યું કે, અમે ઘણા વર્ષોથી મીરા જેમ્સ માં કામ કરીએ છે. અમારી માંગણી છે કે, અમારા વેતનમાં વધારો કરવામાં આવે. ડાયમંડ ઉદ્યોગમાં જબરજસ્ત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોની આવકમાં પણ ધરખમ વધારો થયો છે. પરંતુ તેની સામે અમારા વેતનમાં વધારો ન કરીને અમારી સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. જો અમારી માંગણી નહીં સ્વિકારાય તો અમે જિલ્લા કલેકટરને પણ આ બાબતે રજૂઆત કરવાના છીએ.

અન્ય સમાચારો પણ છે...