તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાની સાવચેતીઓ મોટી મહામારીથી બચાવશે, જોજો અફવા આપણું કામ ન બગાડે

કોરોના વાઇરસએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકોનું ફોન પર જ કાઉન્સેલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. - Divya Bhaskar
લોકોનું ફોન પર જ કાઉન્સેલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
  • જનતા માટે જનસેવકો બન્યા પત્રકાર

સુરતઃ કોરોના સામે લોકો સાવચેતી રાખવા માગે છે પણ કેવી રીતે રાખવી અને કોરોનાથી બચવા શું કરવું જોઈએ? તે બાબતે લોકોમાં મુંઝવણ હોય તેવું જણાઈ આવ્યું છે. એટલે ભાસ્કરે એક એવો પ્રયોગ કર્યો છે કે, અલગ-અલગ ફિલ્ડના એક્સપર્ટ આજે રીપોર્ટર બનીને તેમનું ઓબ્ઝર્વેશન લોકો સુધી સ્પષ્ટ રીતે પહોંચાડે. આ પ્રયોગમાં શહેરના કલેક્ટર, તબીબ, ઉદ્યોગપતિ, જનપ્રતિનિધિઓની વાત વાંચો તેમના જ શબ્દોમાં. તમામના રિપોર્ટિંગમાં એક વાત સ્પષ્ટ જણાઇ કે નાની સાવચેતીઓ મોટી મહામારીથી બચાવશે, અફવા આપણું કામ ન બગાડે.

ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રીવાળા ઘરે જ રહે - ડો. ધવલ પટેલ, કલેક્ટર
કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જે લોકો એજ્યુકેટેડ છે તેઓ હાઇજીન રહેવા પ્રયત્ન કરી રહ્યા પરંતુ અન્ય લોકો પણ સાવચેતી રાખે. સાવચેતીના પગલા ખૂબ સામાન્ય છે, હાથ વારંવાર સાબુ-સેનેટાઇઝરથી સાફ કરવાના છે. જે લોકો ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને તેમને હોમ કોરોન્ટાઇન રહેવું જોઇએ.

ફોન પર જ કન્સલ્ટિંગ શરૂ કરી દેવાયું છે - ડો. સમીર ગામી, ચેસ્ટ ફિઝિશિયન
આ વાઇરસ હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમીટ થાય છે. એના માટે જ સોશિયલ ડિસ્ટન્સનો આગ્રહ રાખવો જોઇએ. અમારી યુનિક હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે આવતા સંબંધીનું પણ થર્મલ સ્ક્રિનિંગ કરાઇ રહ્યું છે. વેઇટિંગ એરિયા બંધ કરી દેવાયો છે, જરૂર જણાય તો ઓપીડીના દર્દીઓને ફોન પર કન્સલ્ટેશન કરાઈ રહ્યું છે. 

સ્ટીલના ગ્લાસ કરતા ડિસ્પોઝલ ગ્લાસ વાપરો - સી. આર. પાટીલ, સાંસદ, નવસારી
આ વાઇરસ 12 કલાકમાં સક્રિયતા ગુમાવી દે છે. હજુ પણ લોકો વધુ ભીડભાડવાળી જગ્યાઓ પર જોવા મળી રહ્યા છે, તેઓ આવું ન કરે. લોકો પાણી પીવા માટે જે સ્ટીલના ગ્લાસનો ઉપયોગ કરી રહ્યા છે, તેને બદલે જો ડિસ્પોઝલ ગ્લાસ વાપરવું વધુ હિતાવહ છે. એકબીજાથી 1 મીટરનું અંતર રાખવું હિતાવહ છે.

કરિયાણાની ખોટી સંગ્રહખોરી ન કરો - બિપિન મોદી, ધીરજ સન્સ
લોકોએ ખોટી રીતે કરિયાણાની સંગ્રહખોરી કરવાની કોઈ જરૂરિયાત નથી. અનાજ, કઠોળ, તૈયાર લોટ, તેલ, મસાલાથી લઈ રસોડા માટે જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ અમારી પાસે સ્ટોકમાં છે. લોકોએ ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ. આ વાઇરસની અસર કંઈ બહુ લાંબી ચાલવાની નથી.

ફેક્ટરીમાં જ તબીબની વ્યવસ્થા કરી દેવાઇ - સંજય સરાવગી, ઉદ્યોગપતિ
અમારી ડાઇંગ મીલમાં 3500થી વધુ લોકો કામ કરી રહ્યા છે. મીલમાં જે કર્મચારીઓ સવારે કામ કરવા માટે આવે છે ત્યારે પહેલા તો તેમનું થર્મલ સ્ક્રિનિંગ કરાય છે અને પછી જ કામ સોંપાય છે. એક તબીબની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.  અન્ય મીલોમાં પણ આવું થાય તો કોરોનાને ફેલાતા અટકાવી શકીશું.

અન્ય સમાચારો પણ છે...