તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક દિનની ઉજવણી:સુરતમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના સમારોહમાં મંત્રી ગણપત વસાવાના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા

સુરત18 દિવસ પહેલા
શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યાં
  • સરકારે શિક્ષણ માટે સૌથી વધુ 30 હજાર કરોડનું બજેટ ફાળવ્યું

સુરતમાં કામરેજ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. અહીં જિલ્લાકક્ષાના સમારોહમાં શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. વન, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે જિલ્લા-તાલુકાના શ્રૈષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં.

જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરાયા
ગણપત વસાવાના હસ્તે જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારા અમરોલીના શિક્ષકશ્રી નિલેશભાઈ પંડયા, કાછલના જયમીનભાઈ પટેલ, ગભેણીના ડો.નિલેશભાઈ ગાંધી, મહુવાના હેંમતકુમાર પટેલ, તથા તાલુકાકક્ષાએ રામગણેશ ગડકરી પ્રા.શાળાના ધર્મેશ પ્રજાપતિ, બારડોલીના પુષ્પાબેન બારડને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સર્વ જીગ્નેશભાઈ રાઠવા, ઋુતવાબેન સાવલિયા, પુષ્પાબેન, સાક્ષીબેન, પુજાબેન વાળા, રીપકાબેન રાઠોડને સન્માનિત કરાયા હતા.

શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવ્યાં
શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવ્યાં

શિક્ષણ માટે સૌથી વધુ 30 હજાર કરોડનું બજેટ ફાળવ્યું
આ પ્રસંગે ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, કોઈ સમાજ, રાજય કે રાષ્ટ્રનો સર્વાગી વિકાસ કરવો હોય તો શિક્ષણએ પાયાની જરૂરીયાત છે ત્યારે બાળકોમાં ચારિત્ર્ય ધડતર, કૌશલ્ય વિકાસથી લઈને તેમના ધડતરનું કાર્ય શિક્ષકો કરે છે. રાજય સરકારે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી આજનો યુવાન ઉચ્ચત્તમ જ્ઞાન મેળવી શકે તે માટે અનેકવિધ સુધારાત્મક પગલાઓ લીધા છે. ગુજરાતનો વિદ્યાર્થી વિશ્વનું જ્ઞાન મેળવી શકે તે માટે સરકારે શિક્ષણ માટે સૌથી વધુ 30 હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે.