કેન્દ્રીય રેલવેમંત્રી સુરતની મુલાકાતે:અશ્વિની વૈષ્ણવે કહ્યું- આગામી લોકસભા ચૂંટણી પહેલા બુલેટ ટ્રેન દોડાવવી શક્ય નથી લાગતી,મહારાષ્ટ્ર સરકારની આડોડાઈ

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરતના સ્ટેશનને ડેલપલ કરવા સહિત બુલેટ ટ્રેન મુદ્દે રેલમંત્રીએ વાત કરી હતી - Divya Bhaskar
સુરતના સ્ટેશનને ડેલપલ કરવા સહિત બુલેટ ટ્રેન મુદ્દે રેલમંત્રીએ વાત કરી હતી
  • ચોર્યાસી તાલુકાના વક્તાણા ગામે રેલ કોરિડોરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની મુલાકાત લીધી

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અંગે મુલાકાત કરી હતી. અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જે કામ થઇ રહ્યું છે તેની તમામ ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ સાથે કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કેવી રીતે કામ ચાલી રહ્યું છે તે પણ પોતે નિહાળવા માટે ગયા હતા. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 2026 સુધીમાં સુરત-બીલીમોરા બુલેટ ટ્રેન દોડશે, સમગ્ર પ્રોજેક્ટ ઉપર ખૂબ જ ઝડપથી કામ થઇ રહ્યું છે.પત્રકાર પરિષદને સંબોધતા કેટલાક મહત્વના મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. બુલેટ ટ્રેનને લઈને તેમણે ચાલી રહેલી ઝડપી કામગીરીની સમીક્ષા કરી હતી. ઝડપથી આ પ્રોજેક્ટ પૂર્ણ થશે એ પ્રકારની વાતો કરતા કહ્યું કે, આગામી લોકસભાની ચૂંટણી પહેલાં તો બુલેટ ટ્રેન દોડતી શક્ય લાગી રહ્યું નથી. કારણ કે આ પ્રોજેક્ટમાં ખૂબ જ ધ્યાનથી અને ચોકસાઈથી કામ કરવા પડે છે. બુલેટ ટ્રેન 300 કિલોમીટરની ઝડપે દોડનાર છે. ત્યારે સ્વાભાવિક રીતે જ તેને જોડાવામાં કોઈ પણ પ્રકારની ટેક્નિકલ સમસ્યા ન આવે તેના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્રની સરકાર બુલેટ ટ્રેનના વિરોધમાં
મહારાષ્ટ્રમાં હાલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી બંધ સ્થિતિમાં છે. આ બાબતે વાત કરતાં તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રની પ્રજા તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઈચ્છી રહી છે. પરંતુ ત્યાંની સરકારને માનસિકતા કઈક અલગ છે. જ્યારે લોકોનું દબાણ તેમના ઉપર આવશે. ત્યારે સ્વાભાવિક રીતે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં પણ શરૂ થશે.ત્યાંની સરકાર બુલેટ ટ્રેનનું કામ કરવા જઇ રહી નથી.

સુરત રેલવે સ્ટેશનને વિકસાવાશે
સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ કલાસ બનાવવા માટે હજી સુધી કોઈ સફળતા મળી નથી. તે બાબતે પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું કે, રેલ્વે સ્ટેશનને ડેવલપ કરવા માટે ખૂબ જ આધુનિક ટેકનોલોજીની જરૂર પડે છે. તેના માટે અનુભવ પણ ખૂબ જરૂરી છે. ભોપાલનું રેલ્વે સ્ટેશન બન્યા બાદ હવે સુરતનું સ્ટેશન પણ તૈયાર થશે. અગાઉ ટેક્નોલોજીના અભ્યાસનો અભાવ હોવાને કારણે સુરતને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવી શકાયા નથી. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે, સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી સુરતના લોકોને વડોદરા સ્ટેશન બનાવી દેવાની ખોટી વાતો કરીને મત જ લીધા છે. જ્યારે તેમને ખબર હતી કે, પ્રોપર ટેક્નોલોજીની જરૂર છે. આ પ્રકારના રેલવે સ્ટેશન બનાવવા માટે અનુભવો પણ જરૂરી છે. ઉધના રેલવે સ્ટેશન ના ટેન્ડર ખુલી ગયા છે હવે સુરત રેલ્વે સ્ટેશન ના ટેન્ડર પણ ખુલી જશે.

22 એકરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક છે. કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વક્તાણા ગામે, ભાટિયા ટોલ પ્લાઝા પાસે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટર સતિષ અગ્નિહોત્રીએ કેન્દ્રીય રેલવે મંત્રીને 22 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની સમગ્રલક્ષી કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતા.

કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કેવી રીતે કામ ચાલી રહ્યું છે તે પણ પોતે નિહાળવા માટે ગયા.
કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કેવી રીતે કામ ચાલી રહ્યું છે તે પણ પોતે નિહાળવા માટે ગયા.

150 કિમી ઉપર કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે
કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આંત્રોલી ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જે કામગીરી થઇ રહી છે તેની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીનું વિઝન સાકાર થઈ રહ્યું છે. 2026 સુધી સુરતથી બીલીમોરા સુધી પહેલી બુલેટ ટ્રેન શરૂ થઈ જાય તેવી આશા છે. અમદાવાદ-મુંબઈ રૂટ પર 61 કિલોમીટર ઉપર પીલર મુકાય ગયા છે તેમજ 150 કિમી ઉપર કામ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે.

કામગીરીને નિયત સમયમાં આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરીશું એમ ઉમેર્યું.
કામગીરીને નિયત સમયમાં આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરીશું એમ ઉમેર્યું.

રેલવેમંત્રીએ ઉપસ્થિત શ્રમિકોનો ઉત્સાહ વધાર્યો
શ્રમિકોને સંબોધતા તેમણે જણાવ્યું કે, દેશના કોઈ પણ ખૂણે કામ કરતાં શ્રમિકો 'વન નેશન, વન રેશન' યોજના હેઠળ કામના સ્થળે અનાજ મેળવી શકે છે. વડાપ્રધાનના નેતૃત્વમાં સેવા અને સર્વના વિકાસની ભાવના સાથે કેન્દ્ર સરકાર કાર્યરત છે એમ જણાવી હાઈસ્પીડ રેલવેની કામગીરીને નિયત સમયમાં આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરીશું એમ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...