તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Mini Market Also Closed For One Day In Support Of Farmers In Protest Of Agricultural Law, ST And City BRTS Buses Will Continue

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ભારત બંધનું એલાન:કૃષિ કાયદાના વિરોધમાં મિની બજાર પણ ખેડૂતોના સમર્થનમાં એક દિવસ બંધ, ST અને સિટી-બીઆરટીએસ બસ ચાલુ રહેશે

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાપડના કામદારો અને ટ્રાન્સપોર્ટરોનું પણ ખેડૂત આંદોલનને ટેકો

3 કૃષિ કાયદાઓને પરત ખેંચવાની લડાઈ લડી રહેલા 4 રાજ્યોના ખેડૂતોને ગુજરાત ખેડૂત સમાજે પણ રવિવારે અમદાવાદ ખાતે 22 સંગઠનોની બેઠક બાદ ટેકો જાહેર કર્યો છે. આ સાથે જ ટેક્સટાઈલ ટ્રાન્સપોર્ટ અને લેબરના 3 યુનિયનોએ પણ તેમાં ટેકો આપતાં એક દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. આ સાથે વરાછા મિની બજાર પણ ખેડૂતોના સમર્થનમાં એક દિવસ બંધ રહેશે તેવા બોર્ડ સોમવારે બપોર પછી બજારમાં લાગ્યા છે. જોકે, રિટેઈલ વેપારીઓ આ બંધમાં નહીં જોડાશે તેવું કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા(કેટ) દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ ખેડૂત સમાજ ગુજરાત પ્રમુખ જયેશ પટેલને તેમના નિવાસસ્થાનેથી રાત્રે જ ડિટેઇન કરી લેવાયા હતા.

ખેડૂત સમાજ ગુજરાત પ્રમુખ જયેશ પટેલને નિવાસસ્થાનેથી રાત્રે જ ડિટેઇન કરાયા
સુરત જિલ્લા ટેક્સટાઈલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રા અને પ્રવક્તા શાન ખાન જણાવે છે કે, ખેડૂતોની આ લડતમાં સુરત કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારો અને યુનિયનો પણ તેમની સાથે છે. જેના માટે અમે 3 સંગઠનોએ મળીને ખેડૂતોના આંદોલનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જોકે, આ બંધમાં કોઈને પણ બળજબરીએ બંધ રાખવા કે દેખાવો કરવા માટે સૂચન કરાયું નથી. સ્વૈચ્છિક રીતે કામદારો અને ટ્રાન્સપોટર્સ જોડાય તે માટે અપીલ કરવામાં આવી છે. જ્યારે ટ્રાન્સપોર્ટ એસો.ના સંજય પાટીલ જણાવે છે કે, અમારો ટેકો ખેડૂતોને છે પરંતુ સરકારનો કોઈ વિરોધ નથી. કામ તો ચાલુ રાખવામાં આવશે. સુરત ડાયમંડ એસો.ના પ્રમુખ નાનુ વેકરિયા જણાવે છે કે, ખેડૂત આંદોલનને લઈને બજાર બંધ રાખવા કે કામકાજ બંધ રાખવા એસોસિએશન તરફથી કોઈ સૂચન કરાયું નથી. ઉદ્યોગોને આંદોલન સાથે કોઈ લેવા-દેવા નથી. જ્યારે તે પ્રમાણે જ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(કેટ)ના ગુજરાત ચેપ્ટરના પ્રેસિડેન્ટ પ્રમોદ ભગત જણાવે છે કે, દેશમાં ક્યાંય પણ આ આંદોલનમાં રિટેઈલ વેપારીઓ નહીં જોડાશે, કેટ તરફથી ધંધા-વેપાર ચાલુ રાખવા અપીલ કરવામાં આવી છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ અને સુરત આપ પાર્ટી દ્વારા બંધના એલાનને સફળ બનાવવા લોકો સમર્થન આપે તે માટે અપીલ કરાઇ છે.

કીમ-સાયણમાં દુકાનદારોને ફૂલ
કીમ-સાયણમાં દુકાને-દુકાને ફરીને વેપારીને ફૂલ આપીને ભારત બંધના એલાનને સમર્થનની અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો