તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:સુરતમાં ખટોદરાથી અલથાણથી સુધીની નવી લાઈનની સફાઈ કરતાં સોસિયો સર્કલ પર લાખો લિટર પાણી રસ્તા પર વહ્યું

સુરત4 મહિનો પહેલા
સોશિયો સર્કલ પર પાઈપની સફાઈ દરમિયાન પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. - Divya Bhaskar
સોશિયો સર્કલ પર પાઈપની સફાઈ દરમિયાન પાણી રસ્તા પર ફરી વળ્યું હતું.
  • ઉધના-મગદલ્લા રોડ, પેટ્રોલ પંપ પર પાણી ભરાયા, વાહન વ્યવહાર ખોરવાયો
  • રસ્તા પર પાણીના ખાબોચીયા ભરાતાં રસ્તા પર ટ્રાફિક સર્જાયો

સુરતના ઉધના મગદલ્લા રોડ પર આવેલા સોસિયો સર્કલ નજીક પાણીની લાઈનમાંથી રસ્તા પર લાખો લિટર પાણી વહ્યું હોય છે. રસ્તા પર પાણી પ્રેશર સાથે બહાર આવતાં સર્કલ પર પાણી ભરાય છે. રસ્તા પર પાણી ભરાતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આ અંગે પાલિકાના હાઈડ્રોલિક વિભાગના અધિકારીએ કહ્યું કે, હાલ અઠવામાં પાણી લઈ જવા માટેની કામગીરી ચાલી રહી છે. ખટોદરાથી અલથાણ સુધીની 1200 મીમી વ્યાસની પાઈપ લાઈન નાખવામાં આવી રહી છે. જેથી પાઈપમાં રહેલી ગંદકીને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.

ગંદુ પાણી બંધ ન થયું ત્યાં સુધી સતત પાણીની તપાસ કરવામાં આવી હતી.
ગંદુ પાણી બંધ ન થયું ત્યાં સુધી સતત પાણીની તપાસ કરવામાં આવી હતી.

લાખો લિટર પાણી રસ્તા પર વેડફાયું
પાઈપ લાઇન સાફ કરવા પાણીનો જે વેડફાટ થયો છે તે બે કિ.મી. સુધી પાણી ફેલાતાં જ જણાય રહ્યું છે. આ પાણી લાખો લિટર જેટલું લાઈન ધોવા માટે વપરાઇ ગયું છે તેમ સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું.

પાણીની પાઈપ સાફ થવા અંગે પાલિકાના અધિકારીઓ સતત મોનિટર કરતાં રહ્યાં હતાં.
પાણીની પાઈપ સાફ થવા અંગે પાલિકાના અધિકારીઓ સતત મોનિટર કરતાં રહ્યાં હતાં.

ફ્લશિંગનું કામ કરાયું
પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, નવી લાઇન શરૂ કરવા માટે 11.45 વાગ્યે સ્કાર વાલ્વ ખોલી ફ્લસિંગ કામગીરી 12.15 સુધી ચાલી હતી અને બપોરે 12.30 કલાકે તમામ પાણી લાઇન માંથી કાઢી નાંખવામાં આવ્યું હતું.

કામગીરીને લઈને પાણી વહ્યું
એમ.પી.શાહ, ડે. ઈજનેર, હાઈડ્રોલિક વિભાગએ જણાવ્યું કે, ખટોદરાથી અલથાણ સુધીની 1200 મીમી વ્યાસની લાઈન નાખવામાં આવી રહી છે. જેના થકી અઠવામાં પાણી લઈ જવાનું છે.એ લાઈન નવી શરૂ કરવામાં આવી રહી હોવાથી તેનું ઘસીને ગંદકી જે હોય તે દૂર કરવા માટેની કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો