તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર બ્રેકિંગ:આવક જાહેર કરનારા કરોડપતિઓ સલવાયા - 1 હજાર કરોડ જામ, 300 કેસ રિ-ઓપન કરાયા

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આઇટીમાં હપ્તા નહીં ભરનારાની યાદીમાં 10થી 50 કરોડ ડિક્લેર કરનારા પણ સામેલ
  • નોટબંધી બાદ આવેલી ઇન્કમ ડિક્લેરેશન સ્કીમ હેઠળ સુરતથી 17 હજાર કરોડ ડિક્લેર થયા હતા

4 વર્ષ અગાઉ મોટા ઉપાડે ડિકલેર કરાયેલી કેન્દ્રની ઇન્કમ ડિક્લેરેશન સ્કીમમાં કરોડોની જાહેરાત કરનારા પૈકી અનેક ભેરવાયા છે. બિલ્ડર, હીરાઉદ્યોગ, ટેક્સટાઇલ એકમધારકો પૈકી 300 કરદાતાના કેસ ફરી ખુલતા નોટિસો અપાઈ છે. 1 હજાર કરોડ પર ITએ બિલોરી કાચ મૂક્યો છે. સ્કીમનો એક હપ્તો ભરી બાકી ન ભરનારાના કેસ રિઓપન કર્યા છે. આ લિસ્ટમાં 10થી 50 કરોડ ડિક્લેર કરનારાઓ સામેલ છે. સુરતથી આઇડીએસ હેઠળ 17 હજાર કરોડ ડિકલેર થયા હતા.

2017માં 45 ટકા રકમનો ટેક્સ ભરવાની IDS યોજના આવી હતી
વર્ષ 2016-17માં આવેલી આઇડીએસમાં જાહેર થાય એના 45 ટકા ટેક્સ ભરવાનો હતો. સુરતથી અનેક લોકોએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો. એક વર્ષમાં 3 હપ્તામાં આ સ્કીમ હેઠળ રૂપિયા આઇટીમાં જમા કરાવવાના હતા.

IDSમાં હવે થયું શું, લોકો કેમ અટવાયા, રૂપિયા કેમ જામ?
4 વર્ષ બાદ ITએ કેસ રિઓપન કર્યા છે. જે લોકોએ ત્રણ હપ્તાની જગ્યાએ બે કે એક હપ્તો ભર્યો હોય તેઓ ભેરવાયા છે. જે લોકોએ ત્રણ હપ્તા ભર્યા હતા, તેઓને આઇટીએ ફોર્મ નંબર-4 ઇશ્યુ કર્યું હતું. હવે જે લોકોને આ ફોર્મ નથી મળ્યા તેઓના કેસ રિ-ઓપન થયા છે. હપ્તા ભર્યા છે તે પણ જામ થઈ ગયા છે.

30મી જૂને છેલ્લા દિવસે રાત્રે 12 વાગ્યા સુધી મેઇલ કરાયા
આઇડીએસ સહિતના કેસો 30મી જૂન સુધી રી-ઓપન કરવાના હતા. છેલ્લા દિવસે આઇટીના ચાર અધિકારીઓ મોડે સુધી બેસી રહ્યા હતા. પોસ્ટ ઓફિસ બંધ થવાના ટાઇમે અનેક કેસ મોકલી દેવાયા હતા જેથી કરદાતાને તે મળી રહે. રાત્રે 12 વાગ્યા સુધી મેઇલ થયા હતા. આઇડીએસના પણ કેટલાંક કેસ હતા.

પહેલાં આઇડીએસ બાદમાં નોટબંધી આવી ગઈ હતી
આઇડીએસ બાદ નોટબંધી આવી હતી. આઇડીએસમાં ડિકલેરેશન કરનારાઓ ફાવી ગયા હતા અને ખચકાટ વગર બેન્કોમાં રોકડ જમા કરાવી હતી. સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠ કહે છે કે, એવા અનેક લોકો હતા, જેઓના ટેકનિકલ કારણોસર પણ ફોર્મ-4 મેળવવામાં અસફળ રહેતા સ્કીમનો લાભ ન મળ્યો.

ભાસ્કર એક્સપર્ટ
જામ થયેલા રૂપિયા કેવી રીતે મળશે

સી.એ. તિનિશ મોદી કહે છે કે સ્કીમ હેઠળ વિશેષ જોગવાઈ હતી. જે મુજબ જોઇએ તો જે લોકોએ રૂપિયા ભર્યા તે જામ થઈ ગયા છે. ડિપાર્ટમેન્ટ ટેક્સની સામે પણ ભાગ્યે જ તેને અલાઉ કરશે. આ અંગે જલદી સ્પષ્ટતા થાય એ જરૂરી છે. બની શકે કે લોકોએ રૂપિયા પરત મેળવવા માટે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ જવું પડે.

અન્ય સમાચારો પણ છે...