માલધારીઓના આંદોલનનો સુખદ અંત:ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે દિવાળી સુધી તબેલા નહીં હટાવવાની બાંહેધરી આપી

સુરત23 દિવસ પહેલા
સુરતમાં ચાલી રહેલા માલધારી સમાજના આંદોલનનો આજે સુખદ અંત આવ્યો.

સુરતમાં ચાલી રહેલા માલધારી સમાજના આંદોલનનો આજે સુખદ અંત આવ્યો છે. પ્રદેશ પ્રમુખે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરીને નિર્ણય કર્યો હતો. સી.આર.પાટીલે પોતાની સુરત ઓફિસે એક કલાક સુધી માલધારી આગેવાનો સાથે મિટિંગ કરી હતી અને દિવાળી સુધી કોઈ તબેલા હટાવવામાં નહીં આવે તેવી બાંહેધરી આપતા આંદોલન સમેટાયું છે. દિવાળી બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સી.આર.પાટીલ દ્વારા સરકારમાં પ્રસ્તાવ મૂકીને ડિમોલિશનની કામગીરી બંધ કરાવવામાં આવશે. સમાજના આગેવાનો અને ધર્મગુરુઓની હાજરીમાં સાંજ સુધીમાં આંદોલન સમેટી લેશે.

આજે સવારે વિરોધ કર્યો હતો
સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામના ડભોલી વિસ્તારમાં તબેલાઓ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેના વિરોધમાં માલધારીઓ દ્વારા છેલ્લા 4 દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે, ત્યારે આ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે માલધારીઓ દ્વારા દૂધ ન વેચીને જરૂરિયાતમંદ લોકોને મફતમાં દૂધ આપવામાં આવ્યુ હતું. સાથે જ વિરોધના પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

માલધારીઓ દ્વારા દૂધ ન વેચીને જરૂરિયાતમંદ લોકોને મફતમાં દૂધ આપવામાં આવ્યુ હતું
માલધારીઓ દ્વારા દૂધ ન વેચીને જરૂરિયાતમંદ લોકોને મફતમાં દૂધ આપવામાં આવ્યુ હતું

ખોટી રીતે હેરાનગતિ થાય છેઃ માલધારીઓ
માલધારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા કહેવામાં આવ્યો હતો કે, અમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં સાધુ-સંતો પણ જોડાયા છે. ગઈકાલે દુધરેજના મહારાજ આવ્યા બાદ આજે પણ અન્ય સંતો વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા આવી રહ્યા છે, જેથી રોજે રોજ મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન સ્થળે એકઠા થયા હતા.

પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત
ડભોલી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા માલધારીઓમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આજે વિરોધના ચોથા દિવસે મોટી સંખ્યામાં કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. સાથે હજુ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...