એજ્યુકેશન:બહારના છાત્રોને માઇગ્રેશન સર્ટિ. આપવા મુદ્દે ચોથીએ નિર્ણય લેવાશે

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠક
  • માર્કશીટ લઇને ફાઇનલ એલિજિબિલિટી સર્ટિ. આપવાની તૈયારી

અન્ય યુનિવર્સિટીમાંથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓએ માઇગ્રેશન સર્ટિફિકેટ આપવું કે નહીં તે મામલે ચોથીની એકેડેમિક કાઉન્સિલમાં નિર્ણય લેવાશે. હાલમાં જ યુનિવર્સિટીએ એક સાથે બે ડિગ્રી કોર્સ કરી શકાય એવી પોલિસી અમલમાં મૂકી છે, પરંતુ તેનો લાભ લેનારા અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને માઇગ્રેશન સર્ટિફિકેટ મળવું મુશ્કેલ હોવાથી યુનિવર્સિટીએ એડમિશન આપવા માટેની સિસ્ટમમાં સુધારો કરવાની ફરજ પડી છે.

આ જ મામલે એટલે કે માઇગ્રેશન સર્ટિફિકેટ અને ટ્રાન્સફર સર્ટિફિકેટની હાલની પ્રથા બંધ કરવાની માહિતી વિદ્યાર્થીઓની સાથે અન્ય યુનિવર્સિટીઓને આપવા માટે પબ્લિક નોટીસ પણ જાહેર કરવો યોગ્ય રહેશે. જો કે, બહારના વિદ્યાર્થીઓને માઇગ્રેશન સર્ટિફિકેટ આપવું કે નહીં તે મામલે ચોથીની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

માઇગ્રેશન મેળવ્યા વિના ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપવું વધારે યોગ્ય: એકેડેમિક વિભાગ
એકેડેમિક વિભાગે એકેડેમિક કાઉન્સિલને પત્ર લખ્યો છે કે અન્ય યુનિવર્સિટી કે પછી બોર્ડમાંથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ આપતા પહેલાં વિદ્યાર્થીઓ પાસેથી માઇગ્રેશન અને પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ લેવાતું હોય છે. પણ વિદ્યાર્થીઓની પાસે માર્કશીટ જ લઇ એમની જાણ વિના જ જે તે બોર્ડ કે પછી યુનિવર્સિટીમાંથી આ બંને કેસમાં વેરિફાઇ કરવામાં આવે અને સત્યતાની ખાતરી થતાં માઇગ્રેશન મેળવ્યા સિવાય ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપવું વધારે યોગ્ય રહેશે.

અન્ય સમાચારો પણ છે...