સેમિનાર:સુરતમાં સરકારી નર્સિંગ કોલેજ ખાતે ‘મિડવાઈફરી ફોર યુનિવર્સલ હેલ્થ કવરેજ’ વિષયક સેમિનાર યોજાયો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
'ગુજરાત નર્સિંગ કાઉન્સીલ'ના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ સંબોધન કર્યું. - Divya Bhaskar
'ગુજરાત નર્સિંગ કાઉન્સીલ'ના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ સંબોધન કર્યું.
  • નવજાત બાળકને માતાનું દુધ અને સગર્ભા માતાને યોગ્ય પોષણયુકત આહાર જરૂરી: ઈકબાલ કડીવાલા

સુરતની નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજ ખાતે ‘મિડવાઈફરી ફોર યુનિવર્સલ હેલ્થ કવરેજ’ અર્થાત ‘વૈશ્વિક સ્વાસ્થ્ય માટે મિડવાઈફરી’ (પ્રસૂતિ સંલગ્ન સેવાઓ) વિષયક સેમિનાર યોજાયો હતો. પિનલ પટેલ, દેવાંગ પટેલ તેમજ સામાજિક કાર્યકર અને અટલ સંવેદના હોસ્પિટલના દિવ્યેશ પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો. શિશુ મૃત્યુદર અને સગર્ભા માતાના મૃત્યૃદરમાં ઘટાડો થાય તેમજ પ્રસૂતિ દરમિયાન દરેક પ્રકારની ગુણવત્તાયુક્ત સારવારસેવા મળી રહે તેવા આશયથી નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડો.ઈન્દ્રાવતી રાવ, કો-ઓર્ડિનેટર સ્મીતલ ચૌધરી, સીમારાણી ચોપરાના માર્ગદર્શન હેઠળ સેમિનાર યોજાયો હતો.

300 જેટલા વિદ્યાર્થીઓએ સેમિનારમાં ભાગ લીધો.
300 જેટલા વિદ્યાર્થીઓએ સેમિનારમાં ભાગ લીધો.

માતા અને બાળ મૃત્યૃદરમાં ઘટાડો થાય તે માટે સૌએ સહિયારા પ્રયાસો કરવા જરૂરી
અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત 'ગુજરાત નર્સિગ કાઉન્સીલ'ના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, 'રાજ્યમાં મિડવાઈફરી કોર્સની છ સરકારી નર્સિંગ કોલેજો છે. રાજ્યમાં માતા અને બાળ મૃત્યૃદરમાં ઘટાડો થાય તે માટે આપણે સૌએ સહિયારા પ્રયાસો કરવા જરૂરી છે. બાળકના જન્મના સમયે માતાનું દુધ મળી રહે, સગર્ભા માતાને યોગ્ય પોષણયુક્ત આહાર, રસીકરણ મળી રહે તે માટેના પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.

પિનલ પટેલ, દેવાંગ પટેલ તેમજ સામાજિક કાર્યકર અને અટલ સંવેદના હોસ્પિટલના દિવ્યેશ પટેલના હસ્તે ખુલ્લો મુકાયો.
પિનલ પટેલ, દેવાંગ પટેલ તેમજ સામાજિક કાર્યકર અને અટલ સંવેદના હોસ્પિટલના દિવ્યેશ પટેલના હસ્તે ખુલ્લો મુકાયો.

પ્રસૂતિ સમયે માતાનો મૃત્યુદર ઘટાડવા માટે વિશિષ્ટ યોગદાન આવશ્યક
સેમિનારમાં વિષય તજજ્ઞોએ પ્રસુતિ પછી માતા અને બાળકને સુયોગ્ય સારવાર અને પોષણ, આહારની કાળજી તથા નવજાત શિશુને સ્તનપાન, શિશુનો વિકાસ અને તંદુરસ્તી જળવાઈ રહે તે વિશે સમજ આપી હતી. ગુજરાતમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ 31 છે. જેમાં ઘટાડો કરવા માટે પ્રસૂતિ સમયે માતાનો મૃત્યુદર ઘટાડવા માટે વિશિષ્ટ યોગદાન આવશ્યક છે. અંતરિયાળ વિસ્તારમાં સંસ્થાગત પ્રસૂતિ કરાવવાથી માતા બાળકની બિમારી પણ અટકાવી શકાય છે. નર્સિગ એસોસિયેશનના સેક્રેટરી કિરણ દોમડીયા અને સાઉથ ઝોનના દિનેશ અગ્રવાલ સહિત સરકારી નર્સિંગ કોલેજ-સુરત, વાયબ્રન્ટ નર્સિંગ કોલેજ, ભગવાન મહાવીર નર્સિંગ કોલેજ, ફિમેલ હેલ્થ વર્કર ટ્રેનિંગ કોલેજના 300 જેટલા વિદ્યાર્થીઓએ સેમિનારમાં ભાગ લીધો હતો.