• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Metro's Dream City Station Will Be Extended To Airport, Saroli Station To Antroli, Both Metro Connectivity Will Give Impetus To Other Projects.

સુવિધા:મેટ્રોના ડ્રીમ સિટી સ્ટેશનને એરપોર્ટ, સારોલી સ્ટેશન અંત્રોલી સુધી લંબાવાશે, બંને મેટ્રો કનેક્ટિવિટીથી અન્ય પ્રોજેક્ટને પણ વેગ મળી શકશે

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
બંને રૂટમાં આ રીતે 8.5-8.5 કિમીનો વધારો કરાશે - Divya Bhaskar
બંને રૂટમાં આ રીતે 8.5-8.5 કિમીનો વધારો કરાશે
  • મેટ્રો, BRTS, સિટી બસ જેવી તમામ સેવાઓને કનેક્ટ કરવા પ્રયાસ
  • એરપોર્ટ સુધી લાઇન લંબાવાશે સરથાણાથી ખજોદ 22.68 કિમીના કોરિડોર-1ને એરપોર્ટની કનેક્ટિવિટી માટે 8.5 કિમીના વધારા સાથે 31.18 કીમી લાંબો રૂટ બનશે
  • અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશન સુધી લંબાવાશે મેટ્રોના કોરિડોર-2 ભેસાણથી સારોલીને જોડતા 18.08 કિમી લાંબા રૂટને અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશન સુધી લંબાવાશે.
  • વધારાના રૂટને મંજૂરી બાદ હવે કોરિડોર-2ની કુલ લંબાઇ 26.78 થશે.

બુલેટ ટ્રેનના અંત્રોલી સ્ટેશનને ITMMS (ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સિટ મલ્ટિ મોડલ સિસ્ટમ) હેઠળ મેટ્રો, બીઆરટીએસ, સિટી બસ સાથે કનેક્ટ કરાશે. આ માટે GMRC (ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન)એ કોરિડોર-1 ખજોદથી સરથાણા અને કોરિડોર-2 ભેંસાણથી સારોલી રૂટમાં 17 કિમીનો વધારો કરશે. બંને રૂટમાં તબક્કાવાર 8.5 કિમીનો વધારો કરાશે. એટલે મેટ્રોના છેલ્લા સ્ટેશન સારોલીને અંત્રોલી સુધી અને ડ્રીમ સિટી સ્ટેશનને એરપોર્ટ સુધી લંબાવવા GMRCએ કેન્દ્રમાં દરખાસ્ત મૂકી છે.

સારોલીથી અંત્રોલી રૂટ વિકાસ મોડલ લેખાશે
જીએમઆરસી કહ્યું કે, બુલેટ ટ્રેનના અંત્રોલી સ્ટેશન વિસ્તારનો જાપાનની ઢબે વિકાસ કરાતાં હરવા-ફરવા લાયક પોશ વિસ્તાર બનશે. જેને શહેર સાથે જોડવા સિટી બસ, બીઆરટીએસ, મેટ્રોની કનેક્ટિવિટી અાપી અંતર ઘટાડાશે. વિકાસને જોવા લોકો અંત્રોલી જવા મેટ્રોની મુસાફરી કરશે.

એરપોર્ટ જોડાણ ગૌરવ પથ માટે ફળદાયી રહેશે
ખજોદ હીરા બુર્સના મેટ્રો સ્ટેશનને એરપોર્ટની કનેક્ટિવિટી અપાશે. આ રૂટ લંબાવવાની હિલચાલના પગલે મેટ્રો સેવાથી અઠવાલાઇન્સ તેમજ ગૌરવપથને પણ કનેક્ટિવિટી મળી શકે છે. ગીચ વિસ્તારોને મેટ્રો કનેક્ટિવિટી મળવાની સંભાવનાથી અન્ય પ્રોજેક્ટને પણ વેગ મળશે.

દરખાસ્ત મૂકી છે, હવે કેન્દ્ર સરકારના એપ્રુવલની રાહ
સારોલી સ્ટેશનને બુલેટ ટ્રેન સ્ટેશન સાથે કનેક્ટ કરવાની તૈયારીઓ શરૂ કરાઇ છે. આ અંગે દરખાસ્ત મોકલી દેવાઇ છે. આ મુદ્દે હાલ કંઇ કહી શકાય તેમ નથી. સરકાર તરફથી મંજૂરી મળે તેની રાહ જોવાઈ રહી છે. - સત્યપ્રકાશ ઝા, જીએમ (સિવિલ), સુરત મેટ્રો

અન્ય સમાચારો પણ છે...