તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમધમાટ:મેટ્રો રેલ: કાપોદ્રાથી ચોક સુધીના રૂટ માટે ટેન્ડર ખૂલ્યા, 6 કિમી અન્ડરગ્રાઉન્ડમાં 6 સ્ટેશન હશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સુરત શહેરમાં જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં મેટ્રો ટ્રેનની અન્ડર ગ્રાઉન્ડ કામગીરી માટે શ્રીગણેશ કરાશે. - Divya Bhaskar
સુરત શહેરમાં જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં મેટ્રો ટ્રેનની અન્ડર ગ્રાઉન્ડ કામગીરી માટે શ્રીગણેશ કરાશે.
 • શહેરમાં જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં અન્ડર ગ્રાઉન્ડ કામગીરી માટે શ્રીગણેશ કરાશે

માસ રેપિડ ટ્રાન્જિસ્ટ સિસ્ટમ અંતર્ગત સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 1ના પહેલા સેક્શનમાં 12 કિમી એલિવેટેડ રૂટ માટે 10 સ્ટેશનન પછી હવે 6.47 કિમી લાંબા અંડરગ્રાઉન્ડ રસ્તાના નિર્માણ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની ફાઈનાન્સિયલ બીડ ખોલાઈ છે. જેમાં સીએસ 2માં 3.46 અને સીએસ 3માં 3.56 કિમી અંડરગ્રાઉન્ડ રૂટ માટે બે કંપનીએ સૌથી ઓછી બોલી લગાવી છે.

જાન્યુઆરીના છેલ્લા વિકમાં કામ શરૂ થશે.પહેલા ફેઝની લાઈન 1માં 21.61 કિમી લાંબો રૂટ હશે. જેમાં 11.6 કિમી કાદરશાહની નાળથી ડ્રિમ સિટી વચ્ચે પહેલા 10 એલિવેટેડ સ્ટેશનો અને કાપોદ્રાથી ચોક બજાર સુધી 6 કિમી અંડરગ્રાઉન્ડ રોડનું નિર્માણ થશે. જુલાઈમાં 6 કિમી અંડરગ્રાઉન્ડ મેટ્રો રૂટ માટે સીએસ 2 અને સીએસ 3 બે ભાગમાં ત્રણ ત્રણ કિમી માટે 929.46 કરોડ અને 942.14 કરોડનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. એટલે કે, કુલ 6 કિલોમીટર માટે 1871.62 કરોડનું ટેન્ડર જાહેર કરાયું છે.

 • અંડરગ્રાઉન્ડના CS 2 પેકેજ માટે આ લાગી બોલી(3.46 કિમી)
 • ગુલર્મક - સેમ ઈન્ડિયાબિલ્ટ વેલ 1073.31 કરોડ
 • એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર 1106.40 કરોડ

એલએન્ટી 1152.00 કરોડ

 • CS 3 પેકેજ માટે આ રીતે લાગી બોલી (3.56 કિમી)
 • જે.કુમાર ઈન્ફ્રાપ્રોજેક્ટ 941.80 કરોડ
 • એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર 1117.20 કરોડ

એલએનટી 1179.00 કરોડ સીએસ 2માં આ હશે અંડરગ્રાઉન્ડ સ્ટેશન કાપોદ્રા, રેમ્પ લાભેશ્વર, સેન્ટ્રલ વિયર હાઉસ

 • સીએસ 2માં આ હશે અંડરગ્રાઉન્ડ સ્ટેશન
 • કાપોદ્રા, રેમ્પ
 • લાભેશ્વર, સેન્ટ્રલ
 • વિયર હાઉસ

કોરિડોર એકની સ્થિતિ
સૌથી પહેલા કોરીડોર 1માં સરથાણાથી ડ્રીમ સિટીની વચ્ચે 21.61 કિમી રૂટ પર 20 સ્ટેશનને જોડવાનું કામ કરાશે. જેમાં 15.44 કિમી રૂટ પર 14 સ્ટેશન એલિવેટેડ હશે. જ્યારે 6.47 કિમી પર 6 સ્ટેશન અંડરગ્રાઉન્ડમાં બનાવાશે. જેમાં ગુલર્મક- સૈમ ઈન્ડિયા બિલ્ડવેલ અને જે.કુમાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી ઓછી બોલી છે. પહેલા કાપોદ્રા રેમ્પ સ્ટેશનથી સુરત રેલવે સ્ટેશન વચ્ચે અને સુરત રેલવે સ્ટેશનથી ચૌકબજાર વચ્ચે અંડરગ્રાઉન્ડ કામ કરાશે. જેમાં કાપોદ્રા રેમ્પથી, લાભેશ્વર, સેન્ટ્રલ વિયરહાઉસ સુરત સ્ટેશના અંડરગ્રાઉન્ટ કામ માટે 929.46 કિમી, જ્યારે સુરત સ્ટેશન, મસ્કતિ હોસ્પિટલ અને ચોક બજાર રેમ્પ સુધીના અંડરગ્રાઉન્ડ કામ માટે 942.46 કરોડ રૂપિયાનું ટેન્ડર ઈન્વાઈટ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો