ભેંસ ભાગોળે છાસ છાગોળે:સુરતના MLA હર્ષ સંઘવીને રાજ્યકક્ષાના  ગૃહમંત્રી બનાવાના મેસેજો વહેતા થયા!, વોર્ડ નંબર 20માં  ફટાકડા ફોડવાનો કાર્યક્રમ પણ જાહેર કરાયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોશિયલ મીડિયામાંં હર્ષ સંઘવી પ્રધાન બન્યા હોય ફટાકડાનો કાર્યક્રમ જાહેર થયાના મેસેજ ફરતાં થયાં હતાં.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
સોશિયલ મીડિયામાંં હર્ષ સંઘવી પ્રધાન બન્યા હોય ફટાકડાનો કાર્યક્રમ જાહેર થયાના મેસેજ ફરતાં થયાં હતાં.(ફાઈલ તસવીર)
  • પ્રધાનોના નામ જાહેર ન થતાં કાર્યકરો દુવિધામાં મૂકાયા
  • હર્ષ સંઘવીની મહત્વાકાંક્ષા જાહેરાત પહેલા છતિ થઈ

સુરત શહેરના મજુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષ સંઘવી ચર્ચામાં રહે છે. યુવા નેતા તરીકે કોરોના કાળ દરમિયાન તેમજ ભાજપના યુવા મોરચા સાથેના સારા સંબંધને કારણે તેઓ સતત પાર્ટીના અને કાર્યક્રમોના આયોજનમાં આગળ પડતી કામગીરી ભજવતા હોય છે. હર્ષ સંઘવીને નજીકથી જાણનારા લોકો તેમની મહત્વાકાંક્ષાથી વાકેફ છે. હર્ષ સંઘવી પોતાના રાજકીય કારકિર્દીમાં ધારાસભ્ય બન્યા ત્યારથી હોમ મિનિસ્ટ્રીને સૌથી વધુ પસંદ કરે છે તેવું તેમના નજીકના વર્તમાનમાં પણ ચર્ચાતું રહે છે.

સ્પષ્ટતા સાથેના મેસેજ ફરતાં થયાં
નવા મંત્રીમંડળમાં હર્ષ સંઘવીની પસંદગી થાય તેવી શક્યતા છે. મજૂરા વિધાનસભા વોર્ડમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આશ્ચર્યજનક રીતે હર્ષ સંઘવીને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી બનાવવામાં આવનાર છે. તેવી સ્પષ્ટતા સાથે મેસેજ વહેતો થયો હતો. સરકારમાં કોને મંત્રી પદ મળશે તે અંગે પણ હજી અનિશ્ચિતતાઓ જોવા મળી રહી છે. ત્યારે આટલા આત્મવિશ્વાસ સાથે હર્ષ સંઘવીને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી તરીકે જ પસંદ કરવામાં આવ્યા છે. તે વાત કેવી રીતે લિક થઈ તેના ઉપર પણ અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વહેતા થયેલા મેસેજમાં કાર્યકરોને ફડાકડા ફોડવા આવવા સૂચના અપાઈ હતી.
સોશિયલ મીડિયામાં વહેતા થયેલા મેસેજમાં કાર્યકરોને ફડાકડા ફોડવા આવવા સૂચના અપાઈ હતી.

ફટાકડા ફોડવાનો કાર્યક્રમ જાહેર થયો
સાંજ સુધી હર્ષ સંઘવીને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન બનાવવામાં આવતા ફટાકડા ફોડવાનો કાર્યક્રમ અશોક પાન સેન્ટર સિટી લાઈટ ખાતે રાખવામાં આવ્યો છે. બધા કાર્યકર્તાઓને એકઠા થઈ થઈ જવા સુધીની સૂચના આપી દેવામાં આવી હતી. જોકે હવે મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે તે અંગે આવતી કાલ પર નિર્ણય મોકૂફ રખાયો છે. ત્યારે હર્ષ સંઘવી મહત્ત્વાકાંક્ષા પૂરી થશે કે કેમ તે જોવું રસપ્રદ બની રહેશે.

વોર્ડ નંબર 20ના સોશિયલ મીડિયાના ગ્રુપમાં મેસેજ મૂકવામાં આવ્યો હતો.
વોર્ડ નંબર 20ના સોશિયલ મીડિયાના ગ્રુપમાં મેસેજ મૂકવામાં આવ્યો હતો.

મેસેજ વાઈરલ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હર્ષ સંઘવી ઘણી વખત તેના મિત્ર વર્તુળમાં પોતે ગૃહ મંત્રાલયમાં પ્રધાનપદ મેળવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. હાલ મંત્રીમંડળનો જે મેસેજ વાઈરલ થયો છે. તેમાં પણ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી તરીકે હર્ષદભાઈની પસંદગી કરવામાં આવી છે, એ વાત સામે આવતા હર્ષ સંઘવી પોતાની મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા હોય તેવુ સ્પષ્ટ જણાય છે. જોકે યક્ષપ્રશ્ન તો એ છે કે, હર્ષ સંઘવી જ ગૃહ રાજ્ય કક્ષાના મંત્રી બની રહ્યા છે. તે વાત કેવી રીતે બહાર આવી તે પણ વિચાર માંગી લે તેવી બાબત છે.