નિર્ણય:UGમાં સેમ-1 અને 3માં ATKTની પરીક્ષા ન લઈ મેરીટ બેઝ પ્રોગેશન

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ટરનલ પરીક્ષાના આધારે માર્કશીટ તૈયાર કરાશે

VNSGUએ યુજીમાં સેમેસ્ટર 1 અને 3ની એટીકેટીની પરીક્ષા નહીં લેવા સાથે મેરિટ બેઝ પ્રોગેશન આપવાનો નિર્ણય સોમવારે લીધો છે. એકેડેમિક કાઉન્સિલની બેઠકેમાં વિદ્યાર્થી પાંખની રજૂઆતની સાથે સાથે યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશનની ગાઇડલાઇનને જોતા એકેડેમિક કાઉન્સિલના સભ્યોએ યુજીના સેમેસ્ટર એક અને ત્રણમાં એટીકેટીની પરીક્ષા લેવાની જગ્યાએ મેરીટ બેઝ પ્રોગેશન આપવાનો નિર્ણય કર્યો હતો. એકેડેમિક કાઉન્સિલના સભ્યે કહ્યું કે, સેમેસ્ટર એક અને ત્રણમાં ઇન્ટરનલ પરીક્ષાના માર્ક્સના આધારે મેરીટ બેઝ પ્રોગેશન અપાશે.

5માં સેમેસ્ટરની ATKTની પરીક્ષા લેવાશે
એકેડેમિક કાઉન્સિલે કોર્ટના આદેશની સાથે યુજીસી અને ગુજરાત શિક્ષણ વિભાગની ગાઇડલાઇનને જોતા 5માં સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. સભ્યોએ જણાવ્યું હતું કે, આ પરીક્ષા 15 ઓક્ટોબરથી શરૂ થકે છે. જેથી વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી. યુનિવર્સિટી તરફથી પરીક્ષાનું ટાઇમ ટેબલ બે દિવસમાં જાહેર કરી દેવાશે.

ડીનોને એકેડેમિક કેલેન્ડર બનાવવા સૂચના અપાઈ
એડેમિક કાઉન્સિલે યજી અને પીજીમાં એકેડેમિક કેલેન્ડર બનાવવાની સૂચના ડીનોને અપાઈ છે. જોકે, ફેકલ્ટી ડીનો આ કેલેન્ડર અનલોકની જાહેરાત બાદ બનાવશે. કોલેજોને પ્રશ્નબેંક બનાવી વેબસાઇટ પર મૂકવાની પણ સૂચના અપાશે.

PGમાં સેમ. 1 અને 3 ATKTની પરીક્ષા થશે
એકેડેમિક કાઉન્સિલે પોસ્ટ ગ્રેજ્યુએટમાં સેમેસ્ટર એક અને ત્રણની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો કર્યો છે. જે પરીક્ષા પણ 15 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. આ પરીક્ષાનું ટાઇમ ટેબલ પણ ટૂંક સમયમાં જાહેર કરાશે.

અન્ય સમાચારો પણ છે...