તાપમાન:બે દિવસમાં પારો 16.6થી 15 ડિગ્રી થવાની આગાહી, ઉત્તરના 8 કિમીના પવનોથી ઠંડીની અસર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવાર બાદ ગુરૂવારે પણ શહેરના તાપમાનમાં નજીવા ઘટાડા સાથે આઠ કિલો મીટરની ઝડપે પવનો ફુકાતાં શહેરીજનોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. ગુરુવારે શહેરનું લધુત્તમ તાપમાન 16.6 ડિગ્રી રહ્યું હતું. જ્યારે આગામી 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 15થી 17 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બુધવારની સરખામણીમાં ગુરૂવારે શહેરના મહત્તમ તાપમાનમાં 0.7 ડિગ્રીના ઘટાડા સાથે 28.1 ડિગ્રી રહ્યું હતું. જ્યારે લધુત્તમ તાપમાન આંશિક વધારા સાથે 16.6 ડિગ્રી નોંધાયું હતું.

હવામાં ભેજનું પ્રમાણ 50 ટકા રહ્યું હતું. જ્યારે ઉત્તર દિશામાંથી 8 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા શહેરીજનોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. હવામાન તજજ્ઞના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રના ઉપરના વિસ્તારોમાં એન્ટિ સાઇક્લોનિક સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે ઉત્તરના પવનોનો અવરોધ ઊભો થવાના કારણે આગામી 5 દિવસ સુધી શહેરનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી 17 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ ઠંડી વધે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, આગામી 5 દિવસ સુધી રાજ્યમાં કોલ્ડવેવની પણ આગાહી છે.

અન્ય સમાચારો પણ છે...