વેધર:પારો 40 ડિગ્રી : ગરમી સાથે લૂની અસર, આજે હજુ 1 ડિગ્રી વધી શકે

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત બીજા દિવસે ઉત્તર દિશાથી ગરમ પવન ફૂંકાયા
  • ​​​​​​​કાલથી ​​​​​​​ગરમીમાં ઘટાડો થવાની શક્યતા: હવામાન વિભાગ

શહેરમાં રવિવારે મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થયો હતો છતાં ઉત્તર દિશાથી ફૂંકાતા ગરમ પવનોના કારણે સતત બીજા દિવસે લૂની અસર જોવા મળી હતી. આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 39થી 41 ડિગ્રી વચ્ચે રહેશે ત્યારબાદ ગરમીનું જોર ઘટશે.

બંગાલની ખાડીમાં સક્રિય થયેલું વાવાઝોડું આગામી 24 કલાકમાં ઓરિસ્સા પર ત્રાટકશે. જેને લઇ દેશભરના વિવિધ રાજ્યોના વાતાવરણમાં પલટો આવશે. દક્ષિણ ગુજરાતમાં 10 મે બાદ વાતાવરણ વાદળછાયું રહેશે અને દરિયાઇ પવનની પેટર્ન થઇ જશે. જેથી ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર રવિવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ 26.4 ડિગ્રી નોંધાયું હતું.

રવિવારની સરખામણીમાં મહત્તમમાં 1 ડિગ્રી અને લઘુતમમાં 1.2 ડિગ્રીનો ઘટાડો થયો છે. વાતાવરણમાં સવારે ભેજનું 66 ટકા અને સાંજે 48 ટકા રહ્યું હતું. ઉત્તર દિશાથી 8 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા. નોંધનીય છે કે, આ સિઝનમાં 42 ડિગ્રી સર્વોચ્ચ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...