શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે બપોર પછી દરિયાઇ પવનોનું જોર વધતા રાત્રે ગરમીથી થોડી રાહત મળી હતી. આવતીકાલથી 5 દિવસ સુધી ક્રમશ: 31થી 32 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે.
ઓરિસ્સા પર વાવાઝોડું ત્રાટકવાના કારણે આગામી દિવસમાં મધ્ય ભારતના વાતાવરણમાં બદલાવ આવશે. જેના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. હાલમાં ગરમીનો પારો 40 ડિગ્રી નજીક છે. સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી અને લઘુત્તમ 27.6 ડિગ્રી નોંધાયું હતું. રવિવારની સરખામણીએ મહત્તમમાં 0.3 ડિગ્રીનો ઘટાડો જ્યારે લઘુત્તમમાં 1.2 ડિગ્રીનો વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.