તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદનપત્ર:​​​​​​​સુરતમાં નાણાં ધીરનાર વેપારીઓએ કોરોના મહામારીમાં વ્યવસાય ચાલુ રાખવા માટે ક્લેક્ટરને રજૂઆત કરી

સુરત5 મહિનો પહેલા
નાણા ધીરનારા વેપારીઓએ ક્લેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.
  • લે ભાગુ તત્વો લોકોની મજબૂરીનો લાભ લેતા હોવાની રજૂઆત કરાઈ

કોરોના મહામારીનાં સમયમાં આર્થિક બાબત દરેક વ્યક્તિ માટે પાયાની જરૂરિયાત છે. વહીવટી તંત્ર દ્વારા નાણાં ધીરનાર પોતાની દુકાનોને ચાલુ રાખવા માટે મંજૂરી આપવા બાબતમાં જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.જયારે ગુજરાત સરકાર દ્વારા લાયસન્સ પ્રાપ્ત દાગીનાં પર રૂપિયા આપતી સસ્થાઓ બંધ છે. તેવાં સમયમાં RBIથી લાયસન્સ પ્રાપ્ત દાગીનાં પર રૂપિયા આપતી સંસ્થાઓ ચાલુ રહી ગ્રાહકો પાસેથી મોનોપોલીનો ફાયદો ઉઠાવી વ્યાજ ઉપરાંત વિવિધ ચાર્જ વસૂલ કરે છે. તેમજ ગ્રોસ વજનનાં દાગીના પર રૂપિયા આપતી નથી. જેથી એ વર્ગ કે જેઓ મોટે ભાગે ગ્રોસ વજનનાં દાગીના વાપરે છે. તેમને વ્યાજે રૂપિયા મળતાં નથી. જેથી તેઓ અન અધિકૃત લોકો પાસેથી ઉંચે વ્યાજે રૂપિયા લેવા મજબૂર થઇ રહ્યા છે.

લોકોએ મૂકેલા દાગીના પરત જોઈતા હોય તે માટે દુકાન શરૂ કરવા માગ કરાઈ હતી.
લોકોએ મૂકેલા દાગીના પરત જોઈતા હોય તે માટે દુકાન શરૂ કરવા માગ કરાઈ હતી.

ગ્રાહકોના હિતમાં નિર્ણય લેવા રજૂઆત
સુરતમાં નાણાં ધીરનાર લાયસન્સ પ્રાપ્ત કરનાર 4000 જેટલા વ્યવસાયિકો છે. નાણા ધીરનાર તેમનાં ધંધાને સ્થાને 1 કે 2 વ્યક્તિ સાથે, માસ્ક, સેનેટાઈઝર અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે વ્યવસાય કરે છે, તેમ છતાં તે સંસ્થાઓ બંધ છે. જયારે 5 થી 7 કર્મચારીઓ સાથે NBFC સંસ્થાઓ ચાલુ છે. તહેવાર, લગ્ન અને બહારગામ જઈ રહેલ તેમજ જેમને રૂપિયાની સગવડ થઇ ગઈ છે. તે ગ્રાહકો રૂપિયા ભરી તેમનાં દાગીનાં પરત મેળવવા માંગે છે, તે ગ્રાહકોને ધીરધારનાં વ્યવસાય બંધ હોવાને લીધે હાલાકીનો સામનો કરવો પડે છે તેમજ વધારાનું નુકશાન ભોગવવું પડે છે.

લોકોને લૂંટાતા અટકાવવા માટે માગ કરાઈ હતી.
લોકોને લૂંટાતા અટકાવવા માટે માગ કરાઈ હતી.

ક્લેક્ટરને રજૂઆત કરવામાં આવી
નાણાં ધીરનારનો વ્યવસાય દાગીના પર રૂપિયા આપવાનો એટલે કે સીધો જ ફાયનાન્સ તરીકેનો છે. વળી આ રકમ ઇન્કમટેક્ષ એક્ટ ની શરતો અને નિયમોનાં દાયરામાં રહી રોકડમાં જ આપીએ છીએ એમ કેશ ટ્રાન્ઝેક્શન નો પણ વ્યવસાય છે.આ બાબતો ને ધ્યાન માં લઇ ગુજરાત સરકાર નાં જાહેર નામાં ક્રમાંક: વિ – ૧ / કઅવ / ૧૦૨૦૨૦ / ૪૮૨ – B તા. ૦૪/૦૫/૨૦૨૦ નાં હુકમ માં શરત ૩ ની પેટા શરત E મુજબ નાણા ધીરધાર કરનાર ને વ્યવસાય ચાલુ રહેવા દેવા રજૂઆત કરવા કરવામાં આવી છે.