વેપારીઓની ક્રેડિટ પરનું ગ્રહણ દુર:વધુ ટેક્સ ભરવાના કેસમાં હવે ગમે ત્યારે રિફંડ મેળવાશે

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ ગુજરાતના 4 લાખથી વધુ વેપારીઓને રાહત, 300 કરોડની રકમ છુટી થશે

જીએસટી વિભાગના તાજેતરના 166 નંબરના સર્ક્યુલરના લીધે વેપારીઓના કેશ લેઝરમાં પડી રહેતી રકમ પરત મેળવવાની મુશ્કેલી દુર થઈ છે. ટીડીએસ અને ટીસીએસના કેસમાં અગાઉ જે રિફંડ મળતંુ ન હતુ, તે મળવા લાગશે. આ માટે સી.એ. સર્ટિફિકેટની હવે જરૂર નથી. વધુમા દક્ષિણ ગુજરાતના 4 લાખથી વધુ વેપારીઓને રાહત થઇ છે. 300 કરોડની રકમ આ રીતે જામ થતી હતી.

2 વર્ષ બાદ પણ રિફંડ મળતુ ન હતું પરંતુ હવે સમયમર્યાદા હટાવી લેવાઈ
ટેક્સ કન્સલટન્ટ નારાયણ શર્મા અને પ્રશાંત શાહ કહે છે કે અગાઉ કોઈ વેપારીના કેશ લેઝરમાં વધારાના ટેક્સની રકમ જમા થાય તો તે 2 વર્ષના ગાળામાં સી.એ. સર્ટિફેકિટ સાથે ક્લેઇમ કરી શકતા હતા. 2 વર્ષ બાદ આ રિફંડ મળતુ ન હતું. પરંતુ હવે સમયમર્યાદા હટાવી લેવાાઈ છે. ગમે ત્યારે રિફંડ ક્લેઇમ કરી શકાય છે.

ટીડીએસ અને ટીસીએસ રિફંડ પણ મળશે
​​​​​​​અગાઉ લેઝરમાં જે ટીડીએસ, ટીસીએસનું રિફંડ જમા થતુ હતુ તે મળતુ ન હતુ. ઓનલાઈન ઇ-પોર્ટલ પર માલ વેચનારાઓને મોટી સમસ્યા રહેતી. વધારે ટેક્સ ભરાવવાના કેસમાં રિફંડ જ મળતુ નહતુ. સી.એ. સર્ટિફિકેટ પણ આપવુ પડતુ જેમાં સી.એ. એવું લખી આપતા કે અમે આ ટેક્સ પાસઓન કર્યો છે.

બે જોઇન્ટ કમિશનર છતાં પણ રિફંડ નહીં
સીજીએસટીમાં લાંબા સમયથી રિફંડના ધાંધિયા છે. અગાઉ જોઇન્ટ કમિશનર અતુલ મહેતાના વખતે જે સ્થિતિ હતી તે હાલ જળવાઈ રહી છે. ટેક્સ આર. એસો.ના સૂત્રો કહે છે કે સીજીએટી કરતા એસજીએસટીમાં સમસ્યાઓ વધુ છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...