સુવિધા:16 ઓગસ્ટથી મેમુ ટ્રેનો ફરી શરૂ, 25 હજાર લોકોને ફાયદો, કોરોનાનું જોર ઘટતાં રેલવેનો નિર્ણય

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 18મી સુધીમાં અન્ય મેમુ પણ દોડતી થઈ જશે

રેલવે સુરત-વડોદરા, સુરત -સંજાણ અને ઉધના-પાલધી મેમુ સહિતની અનારક્ષિત ટ્રેનો 16મીથી ફરી શરૂ કરશે. સુરત-વડોદરા મેમુ 18મીથી શરુ થશે. જે બપોરે 3.55 વાગ્યે ઉપડી 7.20 વાગ્યે વડોદરા પહોંચશે. ભરૂચ-સુરત મેમુ બપોરે 3.50 વાગ્યે ઉપડી 5.20 વાગ્યે સુરત પહોંચશે. સુરત-સંજાણ મેમુ 16મીથી દોડશે. જે સાંજે 5.25 વાગ્યે ઉપડી રાત્રે 8.35 વાગ્યે સંજાણ પહોંચશે. સુરત -નંદુરબાર મેમુ 17મીથી દોડશે. જે 6.15 વાગ્યે ઉપડશે. ઉધના - પાલધી મેમુ 17મીથી દોડશે. જે બપોરે 12.45 વાગ્યે ઉપડી 8.15 વાગ્યે પાલધી પહોંચશે.

દક્ષિણ ગુજરાતના 25 હજાર મુસાફરોને લાભ
રેલવેએ મેમુ અને પેસેન્જર ટ્રેનો શરૂ કરી દેવાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી એકલા દક્ષિણ ગુજરાતના જ 25 હજારથી વધુ રોજિંદી મુસાફરી કરતા લોકોની મુશ્કેલીનો અંત આવી જશે એવી ધારણા છે.

આ ટ્રેનો પણ શરૂ કરાઇ

  • રાજકોટ-સોમનાથ પેસેન્જર
  • પોરબંદર-કાનાલુસ પેસેન્જર
  • આણંદ-ગોધરા મેમુ
  • વડોદરા -ભરૂચ મેમુ
  • વિરાર-સંજાણ મેમુ
  • આણંદ-ખંભાત ડેમુ
  • વેરાવળ-દેલવાડા મીટર ગેજ
અન્ય સમાચારો પણ છે...