તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકીય કાવાદાવા:સુરતમાં શિક્ષણ સમિતિના સભ્યોને ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ, આમ આદમી પાર્ટીમાં ક્રોસ વોટિંગનો ડર

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીને લઈને બન્ને પક્ષો દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે(ફાઈલ તસવીર) - Divya Bhaskar
ચૂંટણીને લઈને બન્ને પક્ષો દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે(ફાઈલ તસવીર)
  • ભાજપના ઈશારે અપક્ષમાંથી ફોર્મ ભરાયાની ચર્ચા

મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો માટેની ચૂંટણી પહેલાં જ રાજકારણ ગરમાયું હતું. સભ્યપદ માટે પસંદગી પામેલા ઉમેદવારોને લઈને પણ વિવાદ સર્જાયો હતો. આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોને જીતનો ઉપર સૌ કોઈની નજર છે. ભાજપના એક કોર્પોરેટરે સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હોવા છતાં આ પક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી જે ભાજપ માટે હવે મુશ્કેલી બની રહી છે. આપના કેટલાક કોર્પોરેટરો તેની સાથે સંપર્કમાં હોવાના દાવા સાથે ભાજપ પ્રેરિત અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું છે. ભાજપના ઇશારે જ અપક્ષ ઉમેદવાર નો ફોર્મ ભરાયા હોવાની ચર્ચા છે. ભાજપને આશા છે કે, આમ આદમી પાર્ટીમાંથી ક્રોસ વોટિંગ થશે અને તેમનાથી અપક્ષ ઉમેદવારની જીત થઈ શકે છે.

ભાજપે તાલીમ આપી
ભાજપ દ્વારા આવતીકાલની ચૂંટણી માટે તમામ કોર્પોરેટરો અને કયા પ્રકારે મતદાન કરવાનું .છે તે અંગેની માહિતી આપી હતી. મત આપતી વખતે કોઈપણ પ્રકારની ભૂલ ન થાય તેના માટે ભાજપે તૈયારી કરી લીધી છે. એક પ્રકારે કોર્પોરેટર અને ભાજપ દ્વારા તાલીમ આપવામાં આવી છે.જેથી એક પણ મત આમ તેમ ન થાય અને આપ પાર્ટીને ફાયદો ન થાય તે માટેની તૈયારી કરી લેવામાં આવી છે.

ક્રોસ વોટિંગ પર નજર
ભાજપે અપક્ષ ઉપ લગાડેલો દાવ સાચા પડે છે કે, આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો પ્રામાણિકતાથી પોતાના પક્ષ તરફેણમાં વોટીંગ કરે છે તેના પર સૌની નજર છે. બીજી તરફ અપક્ષના ઉમેદવારની હાર એક પ્રકારે ભાજપને જ હાર માનવામાં આવશે એ પ્રકારની ચર્ચા છે. આપ કોર્પોરેટર દ્વારા ક્રોસ વોટિંગ કરવાની હિલચાલ જોવા મળી રહે છે, તેને આમ આદમી પાર્ટીના નેતાઓ નકારી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...