મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ:સુરતમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, સલાબતપુરામાં રસ્તા સ્વિમિંગ પુલ બન્યા

સુરત3 મહિનો પહેલા
કાલીપુર આંબાવાડી પાસે કમર સુધી પાણી ભરાઈ ગયા. - Divya Bhaskar
કાલીપુર આંબાવાડી પાસે કમર સુધી પાણી ભરાઈ ગયા.
  • સવારમાં વરસાદી ઝાપટા અને બપોર પછી ધોધમાર વરસાદ પડ્યો

ભારતીય હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. એવામાં તમામ અધિકારીઓને હેડક્વાર્ટરમાં હાજર રહેવા આદેશ કરાયા છે. સાથે જ સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં સવારમાં વરસાદી ઝાપટા બાદ બપોર પછી બપોરના 2થી 6 સુધીમાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સલાબતપુરામાં આવેલી કાલીપુર આંબાવાડી પાસે કમર સુધી પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી હતી. અહીં જાણે રસ્તો નહીં પણ સ્વિમિંગ પુલ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

અર્ચના સ્કૂલ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા.
અર્ચના સ્કૂલ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા.

ઠેર-ઠેર પાણી ભરાયા
ભાઠેના વિસ્તારમાં બ્રિજ પાસે રોડ પર પાણી ભરાઈ ગયા હતા જેને લઈને વાહન ચાલકોને હાલાકી પડી હતી. આ ઉપરાંત સલાબતપુરામાં આવેલી કાલીપુર આંબાવાડી પાસે કમર સુધી પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી હતી. અહી જાણે રસ્તો નહીં પણ તળાવ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તેમજ રૂપમ સિનેમા પાસે પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી હતી. આ ઉપરાંત ઉધના ગુરુદ્વારા પાસે પણ પાણી ભરાઈ ગયા હતા. અહી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ખુબ હાલાકી પડી હતી. જ્યારે અર્ચના સ્કૂલ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ગટર લાઈનમાંથી પાણી બેક મારતા પાણી ભરાયા હતા. સતત વરસેલા વરસાદના કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા તેમજ સુરત શહેર પાણી-પાણી થઇ ગયું હતું.

પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

આગાહી વચ્ચે ચાર ઈંચ વરસાદ
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. પરંતુ વરસાદ રાત્રિથી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં શહેરી વિસ્તારમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. જ્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 54 મિમિ વરસાદ વરસ્યો છે. જ્યારે ઉમરપાડા તાલુકામાં 45 મિમિ વરસાદ પડ્યો છે. જ્યારે સુરત શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં બપોરના બે વાગ્યાથી છ વાગ્યા સુધીમાં 97 મિમિ વરસાદ પડ્યો છે.

પરવત પાટીયા વિસ્તારમાં પાણી ભરાયા.
પરવત પાટીયા વિસ્તારમાં પાણી ભરાયા.

ડેમ વિસ્તારમાં તકેદારીની સૂચના
ભારે વરસાદના કારણે જિલ્લાના જળાશયોના લો-લાઇંગ એરીયામાંથી તેમજ અન્ય નિચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવા પાત્ર થતા હોય તેવા વિસ્તારોમાં સ્થળાંતર માટેની પૂર્વ તૈયારી અગાઉથી જ રાખવા લોકોને જણાવાયું છે. આ સાથે નદી પટ વિસ્તારમાં તેમજ ડેમની આજુબાજુના વિસ્તારમાં અવરજવર ન થાય તેની તકેદારી રાખવા સૂચના અપાઈ છે.

અચાનક ઝાપટા સ્વરૂપે વરસાદ પડતા બાઈક ચાલકોને ઝાડ નીચે ઉભા રહેવાની ફરજ પડી હતી
અચાનક ઝાપટા સ્વરૂપે વરસાદ પડતા બાઈક ચાલકોને ઝાડ નીચે ઉભા રહેવાની ફરજ પડી હતી
અન્ય સમાચારો પણ છે...