PM મોદી વર્ચ્યુલી જોડાયા:ઓલપાડમાં CMની હાજરીમાં મેગા મેડિકલ કેમ્પ, વડાપ્રધાને કહ્યું- નરેન્દ્ર હોય કે ભૂપેન્દ્ર પ્રજાના આશીર્વાદથી જ છે

સુરત24 દિવસ પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેગા કેમ્પની પ્રશંસા કરી.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.વડાપ્રધાન વર્ચુયલ જોડાયા હતાં.જેમાં તેમને ભેપેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી. લાભાર્થી સાથે વાતચીત કરી હતી.વડાપ્રધાનને કહ્યું કે નરેન્દ્ર હોય કે ભુપેન્દ્ર હોય એ પ્રજાના તમારા આશીર્વાદથી જ છે. અમે બંને તમારી સેવામાં છે. મારું સુરક્ષા કવચ માતા બહેનોના આશીર્વાદ છે.

લાભાર્થીઓએ યોજનાનો લાભ લીધો
ઓલપાડ તાલુકા ખાતે અત્યાર સુધીમાં જેટલા પણ લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાનો લાભ લીધો છે. તેની વાત કરવામાં આવી હતી. મેગા મેડિકલ કેમ્પમાં હજારો લોકોને આજે તબીબી પરીક્ષણ અને સારવારનો લાભ મળશે. ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા આયોજન કરવામાં આવેલા મેગા કેમ્પમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

સુરતીલાલાઓના લોહીમાં સેવા: નરેન્દ્ર મોદી
મેગા મેડિકલ કેમ્પમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. જેમાં તેમણે ઓલપાડ તાલુકામાં સરકારની યોજનાઓનો લાભ લેનારા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. લાભાર્થીઓ દ્વારા વડાપ્રધાનને તમામ વિગતવાર માહિતી આપતા તેઓ પણ ખુશ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના દિગ્ગજ નેતા કાશીરામ રાણાને યાદ કર્યા હતા. પ્રવીણ નાયક સહિતના નેતાઓને પણ યાદ કર્યા હતા. ભુપેન્દ્ર અને નરેન્દ્રની સરકાર માતા બહેનોના આશીર્વાદથી ચાલી રહી છે. અમારું સુરક્ષા કવચ પણ એ જ છે. એ પ્રકારની વાત તેમણે કરી હતી.

મુખ્યમંત્રી સાથે પાટીલ પણ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી સાથે પાટીલ પણ હાજર રહ્યા હતા.

પાટીલે આપ પર પ્રહાર કર્યા
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ફરી એક વખત આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરતાં કહ્યું કે જે પ્રકારની રેવડીઓ આપવાની જાહેરાત થઈ રહી છે તે આપણા બજેટ કરતાં પણ વધારે છે. ગુજરાતના બજેટની સરખામણીએ રેવડીની જાહેરાતો એ અશક્ય લાગે છે. આવા રેવડીની જાહેરાત કરનારાઓને ગુજરાતની પ્રજા ઓળખી રહી છે.

અન્ય સમાચારો પણ છે...