તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માંડવી પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 31 ડિસેમ્બર (ન્યૂયર)માં કોઈ ગુનાકિય પ્રવૃત્તિ ન થાય તે માટે 4 દિવસની મેગા ડ્રાઇવ આજરોજથી શરૂ કરાય છે, જેમાં ફાર્મહાઉસની પાર્ટી, સતત પેટ્રોલિંગ તથા સરપ્રાઇઝ વાહન ચેકિંગની કડક કાર્યવાહીઓ કરાશે. 4 દિવસ દરમિયાન માંડવી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. દર્શન રાવ સહિત તમામ પોલીસ સ્ટાફ મેગા ડ્રાઇવની કામગીરીમાં 24 કલાક વ્યસ્ત રહેશે.
31 ડિસેમ્બર (ન્યૂયર)માં શાંતિમય વાતાવરણ રહે અને સરકાર દ્વારા અપાયેલ આદેશ અને જાહેરનામાનો ભંગ ન થાય તેમજ કોઈ ગુનકીય પ્રવૃત્તિ ન થાય તે માટે આજ રોજથી માંડવી પોલીસ દ્વારા 4 દિવસ માટે મેગા ડ્રાઇવ શરૂ કરાય છે, જેમાં માસ્ક વિના ફરનાર, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવનાર, રાત્રિ દરમિયાન કામ વગર ફરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જો કોઈ ફાર્મ હાઉસમાં, ખેતરો કે અન્ય કોઈ જગ્યાએ દારૂ કે અન્ય નશીલા દ્રવ્યોની પાર્ટી કરતા પકડાશે તો તેમની વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
તદુપરાંત 4 દિવસ દરમિયાન તાલુકામાં ગમે તે પોઇન્ટ પર ગમે તે સમયે વાહન ચેકિંગ હાથ ધરાશે અને જો વાહનમાંથી દારૂ કે અન્ય કોઈ અવેધ ચીજવસ્તુ મળશે કે વાહનચાલક દારૂના નશામાં વાહન ચલાવતો ઝડપાશે તો તેના વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરાશે. પોલીસ દ્વારા ટીમ બનાવી 24 કલાક પેટ્રોલિંગ પણ કરાશે. દારૂના અડ્ડાઓ, વિવાદાસ્પદ સ્થળો તેમજ શંકાસ્પદ સ્થળો પર પોલીસ દ્વારા બાજ નજર રાખી જો કોઈ ગુનાકિય ગતિવિધિ જણાશે તો ત્યાં રેડ કરી આરોપીઓ વિરૂધ્ધ પણ કડક કાયદાકીય કાર્યવાહી કરાશે. આમ 31 ડિસેમ્બર (ન્યૂયર) શાંતિમય વાતાવરણમાં સમાપ્ત થાય અને સરકાર દ્વારા અપાયેલ આદેશ અને જાહેરનામાનો ભંગ ન થાય તેમજ કોઈ ગુનકીય પ્રવૃત્તિ ન થાય તે માટે માંડવી પોલીસે 4 દિવસ મેગા ડ્રાઇવ શરૂ કરી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.