• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Meetings Was Started By The System Against The Two Cases Of Omicron, The Health Official Said If You Do Appropriate Behavior, The Danger Will Be Averted

તૈયારી:સુરતમાં ઓમિક્રોનના બે કેસ સામે આવતા તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ, આરોગ્ય અધિકારીએ કહ્યું- કોવિડ એપ્રોપ્રીએટ બિહેવિયર કરો તો જોખમ ટળશે

સુરતએક મહિનો પહેલા
આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઝોનના હેલ્થ વર્કર અને આરોગ્ય વિભાગની ટીમ સાથે બેઠક કરવામાં આવી.
  • તમામ ઝોનના હેલ્થ વર્કર અને આરોગ્ય વિભાગની ટીમ સાથે બેઠક
  • કેવી તકેદારી રાખવી અને કેવી કામગીરી કરવી તેની માહિતી આપી

સુરતમાં ઓમિક્રોનના બે કેસ સામે આવતા તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઝોનના હેલ્થ વર્કર અને આરોગ્ય વિભાગની ટીમ સાથે બેઠક કરવામાં આવી હતી. સાથે જ કેવી તકેદારી રાખવી અને આગામી દિવસોમાં કેવી કામગીરી કરવી તેની માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય અધિકારી ફરી એક વખત સુરતીઓને સલાહ સૂચન આપી રહ્યા છે પરંતુ રાજકીય નેતાઓ અને મોટા આયોજનોને લઈને તેઓ બેફિકર થઈ જતા હોય તેવું લાગે છે.

તકેદારી રાખવા સહિતની કામગીરી પર ચર્ચાઓ કરવામાં આવી
સુરતમાં કોરોના કેસોમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ લોકો પણ હવે કોવીડ ગાઈડલાઈનનું પાલન કરતા નથી. માસ્ક વગર પણ લોકો ફરતા દેખાઈ રહ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં સુરતમાં બે ઓમિક્રોનના કેસો સામે આવી ચુક્યા છે. જેને લઈને સુરતમાં તંત્ર સતર્ક બન્યું છે. સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હેલ્થ વર્કર અને આરોગ્ય વિભાગની ટીમ અધિકારીઓ હાજર રહ્યા હતા. અને આગામી દિવસોમાં વેક્સિનેશન ઝડપી કરવા, સર્વેલન્સની કામગીરી દરમિયાન તકેદારી રાખવી સહિતની કામગીરી પર ચર્ચાઓ કરવામાં આવી હતી.

બેઠકમાં હેલ્થ વર્કર અને આરોગ્ય વિભાગની ટીમ અધિકારીઓ હાજર રહ્યા.
બેઠકમાં હેલ્થ વર્કર અને આરોગ્ય વિભાગની ટીમ અધિકારીઓ હાજર રહ્યા.

રાજકીય નેતાઓ દ્વારા જમાવડાના આયોજનો
અધિકારીઓએ જોવું જોઈએ કે રાજકીય નેતાઓ કે આ પ્રકારના લોકોના જમાડવો કરી રહ્યા છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ પક્ષો પોતાના કાર્યક્રમમાં બેરોકટોક રીતે આયોજિત કરી રહ્યા છે. ભાજપ દ્વારા સમયાંતરે સન્માન સમારોહ હોય કે સંગઠનાત્મક કાર્યક્રમ હોય મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને એકત્રિત કરી રહ્યા છે. બીજી તરફ શહેરમાં હુનર હાટ જેવું આયોજન કરીને કોરોના ને આમંત્રણ આપવાનું મોકળું મેદાન આપી દીધું છે.

સર્વેલન્સની કામગીરી દરમિયાન તકેદારી રાખવી સહિતની કામગીરી પર ચર્ચાઓ કરવામાં આવી.
સર્વેલન્સની કામગીરી દરમિયાન તકેદારી રાખવી સહિતની કામગીરી પર ચર્ચાઓ કરવામાં આવી.

કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવા અપીલ
આરોગ્ય ડેપ્યુટી કમિશ્નર આશિષ નાયકે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોરોનાના કેસોમાં વધઘટ થવાની શક્યતા રહેલી છે. સૌથી વધારે ચિંતાની બાબત કહી શકાય કે લોકો પણ કાળજી રાખતા નથી. આગમી દિવસોમાં વેક્સિનેશનની કામગીરી હજુ પણ ઝડપી કરવામાં આવશે. શાળા કોલેજોમાં પણ ફુલ્લી વેક્સીનેશન થાય તે અંગેની કામગીરી કરાશે. લોકોને અપીલ છે કે તેઓ કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરે.