આગોતરું આયોજન:સુરતમાં ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને મિટિંગોનો દોર શરૂ, આયોજકો અને પોલીસ દ્વારા ચર્ચા-વિચારણા

સુરત2 મહિનો પહેલા
ગણેશોત્સવમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો જળવાઈ રહે તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • કોવિડ-19ની ગાઈડલાઈનના પાલન સાથે આયોજન કરવા ચર્ચા

સરકાર દ્વારા કોવિડ ગાઇડ લાઈનનું પાલન કરી આયોજકો ગણેશ ઉત્સવ ઉજવે જેની જાણકારી આપવા માટે સચિન ખાતે આવેલ એલ.ડી.સ્કૂલમાં ગણેશ ઉત્સવના આયોજકો માટે પોલીસ વિભાગ દ્વારા બેઠક રાખવામાં હતી. આ બેઠકમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા કોવિડના નિયમ મુજબ જ ગણેશ ઉત્સવ ઉજવાય એવી અપેક્ષા અને બાંયધરી આયોજકો પાસે માંગી હતી. જેમાં આ વખતે ગણેશજી ની પ્રતિમા લાવવા માટે અને વિસર્જન કરવા માટે ફક્ત ને ફક્ત 15 વ્યક્તિઓ જ જઈ શકશે.ગણેશ પંડાલમાં કોઈ પણ જાતના કાર્યક્રમમો કરવામાં આવશે નહીં.

પોલીસ દ્વારા નિયમો અંતર્ગત આયોજન કરવા અપીલ કરાઈ હતી.
પોલીસ દ્વારા નિયમો અંતર્ગત આયોજન કરવા અપીલ કરાઈ હતી.

DJ પર પ્રતિબંધ
ગણેશજીના મંડપોમાં કોઈએ ફિલ્મી ગીતો વગાડવાની સખ્ત મનાઈ છે. આરતીને ભજન વગાડી શકશે. Dj પર પુરી રીતે પ્રતિબંધ છે. તેમજ સોસાયટીમાં ગણેશજીની 4 ફૂટ ઉંચી જ પ્રતિમા સ્થાપના કરી શકાશે. ઘર આંગણે જ દરેક લોકોએ શ્રીજીની પ્રતિમા સોસાયટીમાં જ વિસર્જન કરે તે માટે સૂચન આપ્યું હતું. કોઈ પણ જગ્યા કે મંડપો પર ભીડ એકઠી કરવી નહીં. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ અવશ્ય રાખવું . જો કોઈ આ નિયમનો ભંગ કરતા નજરે પડશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આયોજકો દ્વારા પણ કોવિડના નિયમોનો ભંગ ન થાય તે માટેની તૈયારી બતાવવામાં આવી હતી.

આયોજકોએ પણ પોલીસ અને પાલિકાને બાયંધરી આપી હતી.
આયોજકોએ પણ પોલીસ અને પાલિકાને બાયંધરી આપી હતી.

અવેરનેસ ફેલાવાશે
ગણેશ ઉત્સવ સમિતિના કાર્યકારી પ્રમુખ અનિલ બિસ્કીટવાળા જણાવ્યું કે ગણેશ આયોજકોએ પોતાની નૈતિક જવાબદારી સમજીને કોરોના સંક્રમણ ગાઇડલાઇન નું પાલન કરવું જરૂરી રહેશે. વધુ લોકો એકત્રિત ન થાય તેના માટે પણ ખાસ કાળજી રાખવી પડશે. ફિલ્મી ગીતો ન વગાડે, માટીની મૂર્તિની સ્થાપના કરે અને સામાજિક રીતે લોકોમાં જાગૃતિ અને અવેરનેસ આવે તેવા કાર્યક્રમો કરીને કોરોના સામેની આપણી સૌની લડાઈ ને આગળ વધારે.