તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:હાઉસિંગ લોન હેઠળ સબસિડી મુદ્દે મીટિંગ, દસ્તાવેજમાં પત્નીનું નામ ઉમેરી આપવા સૂચન થશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આવાસ યોજના હેઠળ રૂ.2.67 લાખની લોન સબસિડી સરકાર દ્વારા અપાય છે, જે યોજના દેશમાં ઘણી પ્રખ્યાત થઈ છે. જોકે, ઘણાં વખતથી અલગ-અલગ સમસ્યાઓ વચ્ચે નવા ઘર ખરીદનારાઓની અરજી અટકી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. પાછલા અઠવાડિયે જ જિલ્લા અધિકારીઓની મળેલી મિટીંગમાં સિંગલ નામ ધરાવનારાઓની અટકેલી આવાસ યોજના હેઠળની સબસિડીની અરજીઓ માટે ઉકેલ લાવવા માટે નિર્ણય કરાયો છે.

હાઉસિંગ લોનના લાભાર્થીઓની સરકારી સબસિડી સહાય અટકી પડી હોવાની ફરિયાદ ઉઠતી હોઈ છે. થોડા સમય પૂર્વે પણ વિવિધ કારણોસર અરજીઓ અટકી પડતાં સાંસદ સી.આર.પાટીલે સરકારમાં કરેલી રજૂઆતને પગલે 3 મુદ્દે નિરાકરણ આવ્યું હતું. જેમાં એક તો સિંગલ પુરૂષના નામે કરવામાં આવેલી આવાસ અરજીઓ સહિત મોર્ગેજની સમસ્યાઓ પણ સામે આવી હતી. દિવાળી પૂર્વેથી શહેરની સેંકડો અરજીઓ એવી છે કે, જેમાં સિંગલ નામ હોવાના કારણે આવાસ યોજના અંતર્ગત સરકાર તરફથી મળનારી રૂ.2.67 લાખ સુધીની સબસિડી મળી નથી. જેને પગલે ક્રિસમસ પૂર્વે સાંસદ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, જિલ્લા કલેક્ટર તથા લીડ બેંકના અધિકારીઓની મિટીંગ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો