તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Organizing A Meeting For Social Awareness On Vaccination In Surat, Municipal Commissioner Called On Social Organizations To Encourage People.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:​​​​​​​સુરતમાં વેક્સિનેશનને લઈને સામાજિક જાગૃતિ માટે મિટીંગનું આયોજન, પાલિકા કમિશનરે લોકોને પ્રોત્સાહિત કરવા સામાજિક સંસ્થાઓને આહવાન કર્યુ

સુરત2 મહિનો પહેલા
પાલિકા કમિશનર દ્વારા શહેરના નાગરિકો વધુમાં વધુ રસી લે તેવી અપીલ કરવામાં આવી હતી.
  • વધુમાં વધુ લોકો વેક્સિન લઈને કોરોનાને ભગાવવા માટે પાલિકા કમિશનરે સામાજિક સંસ્થાનો સાથ માગ્યો

સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં કરવા માટે કમર કસવામાં આવી છે. સુરત મહાનગર પાલિકા કમિશનર દ્વારા સુરત સાયન્સ સેન્ટર ખાતે એનજીઓ અને વિવિધ સામાજિક સંગઠનોના અગ્રણીઓ સાથે મહત્વની બેઠક કરવામાં આવી હતી. જેમાં કમિશનર દ્વારા તમામ લોકોને વેક્સિનેશન ઝડપથી થાય તે માટે સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી હતી.

સામાજિક સંગઠનો દ્વારા રસીકરણને લઈને તેમના પ્રશ્નો પણ રજૂ કર્યા હતાં.
સામાજિક સંગઠનો દ્વારા રસીકરણને લઈને તેમના પ્રશ્નો પણ રજૂ કર્યા હતાં.

લોકોને મોટીવેટ કરવા અપીલ કરાઈ
મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિવિધ એનજીઓને લોકોમાં મોટીવેશન વધારવા માટે પ્રયાસ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. શહેરમાં ચાલતી વિવિધ એનજીઓ વધુમાં વધુ લોકોનો સંપર્ક કરીને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં મદદ રૂપ થાય એ પ્રકારનો સહયોગ માંગ્યો હતો. સામાજિક સંગઠનોના આગેવાનોને પણ પોતાના સમાજના લોકો ઝડપથી વેક્સિનેશન થાય તે માટે તેમને મોટીવેટ કરવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો હતો. શરૂઆતના તબક્કામાં સુરત કોર્પોરેશન દ્વારા રોજની 8000 રસી આપવામાં આવી રહી હતી.જેમાં ઉત્તરોત્તર વધારો કરીને હવે રોજની 14 હજાર કરતાં વધારે લોકોને વેક્સિન આપવામાં આવે એ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રસીકરણમાં કામદારોને હેરાનગતિ ન થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી.
રસીકરણમાં કામદારોને હેરાનગતિ ન થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી.

18 વર્ષથી ઉપરનાને ટૂંક સમયમાં રસી અપાશે
સુરતમાં સંક્રમણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. કોરોના સુપર સ્પ્રેડરને અલગથી તારવવામાં આવી રહ્યા છે. શહેરના તમામ કામદારોને પણ સમયસર ઝડપથી વેક્સિન આપવ કરવા તરફ કોર્પોરેશન આગળ વધી રહી છે. હાલ 45 કરતા વધારે વયના કોમોર્બીડ તેમજ અન્ય લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા હવે 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને પણ ઝડપથી વેક્સિન મળે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

પાલિકા કમિશનર દ્વારા રસીકરણને સફળ બનાવવા અપીલ કરાઈ હતી.
પાલિકા કમિશનર દ્વારા રસીકરણને સફળ બનાવવા અપીલ કરાઈ હતી.

કામદારોના પ્રશ્નોની ચર્ચા કરાઈ
બેઠકમાં હાજર રહેલા વિવિધ એનજીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કેટલાક મહત્વના મુદ્દા ઉપર રજૂઆત પણ કરવામાં આવી હતી. વિશેષ કરીને ડાયમંડ અને ટેકસટાઇલમાં કામ કરતા કામદારોનો સમય ન વેડફાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે તેવી રજૂઆત થઇ હતી. વેક્સિનેશન માટે જો કામદારોને વધુ સમય લાગે તો તેમના રોજની આવકના એક દિવસમાં આર્થિક નુકસાન થઈ શકે છે. તેને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવે તેવી વાત કરવામાં આવી હતી. સામાજિક સંગઠનોની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની રહેલી હોવાથી વેક્સિનેશનએ કોરોના સંક્રમણથી બચવા માટેનો ખૂબ જ મહત્વનો ઉપાય છે. જેથી કોઈપણ પ્રકારની ઉદાસીનતા ન દાખવીને ઝડપભેર વેક્સિનેશનના કાર્યક્રમમાં દરેક સમાજના લોકો જોડાય તે માટે કામ કરવા આહવાન કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો