ઉત્સાહનો માહોલ:સુરતમાં મોહરમને લઈને પોલીસ અને હજ કમિટી વચ્ચે બેઠક, અત્યાર સુધીમાં 350 જેટલા તાજીયાનું રજિસ્ટ્રેશન

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં અને ભાઈચારાની સાથે ઉજવવા તૈયારી. - Divya Bhaskar
મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં અને ભાઈચારાની સાથે ઉજવવા તૈયારી.

સુરતમાં મોહરમનો તહેવાર પણ ધૂમધામ પૂર્વક ઉજવાય તે માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવતા ધૂમધામથી મહોરમના તહેવારની ઉજવણી થશે. કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ અને હજ કમિટી દ્વારા મીટીંગ યોજાઇ હતી. સુરતમાં અત્યાર સુધીમાં 350 જેટલા તાજીયાનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.

કોમી એકતા સાથે તાજીયા જુલસ નીકળશે
મોહરમને લઈને હજ કમિટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે એકબીજાના સાથ સહકારથી બધા જોડાય તેવી અપીલ કરવામાં આવી છે. મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરીને આયોજન કરવામાં આવી રહ્યું છે. બે વર્ષ બાદ તાજીયા નીકળવાને લઈને મુસ્લિમ બિરાદરોમાં પણ ખૂબ ઉત્સાહનો માહોલ છે.

છેલ્લા પાંચ દિવસથી રજિસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે.
છેલ્લા પાંચ દિવસથી રજિસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે.

તાજીયા કમિટી દ્વારા રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ
હજ કમિટીના પ્રમુખ અશદ કલ્યાણીએ જણાવ્યું કે કોરોનાને કારણે તાજીયા નીકળતા ન હતા. સરકારની ગાઈડલાઈન મુજબ જ પાલન કરવામાં આવી રહ્યું હતું. આ વખતે સ્થિતિ સુધરતાની સાથે જ અમે છેલ્લા પાંચ દિવસથી રજિસ્ટ્રેશનની કામગીરી પણ શરૂ કરી દીધી છે. ભાગળ ઉપર તાજીયા સમયે કોમી એકતાના દ્રશ્યો દેખાશે. પોલીસ કમિશનર, મેયરથી લઈને અન્ય પદાધિકારીઓ પણ હાજર રહેશે. તાજીયા કમિટી દ્વારા હોડી બંગલા પાસે તાજીયાને ઠંડા કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...