તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મીતે અન્ય કંપનીમાંથી પણ ડાયમંડ હવાલા કાંડ કર્યું હતું

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • DRIની MP એન્ડ રિસર્ચ સેન્ટરમાં તપાસ

સચીન સ્થિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની યુનિવર્સલ યુનિટમાંથી આચરાયેલાં સિન્થેટિક ડાયમંડની સાથે નેચરલ ડાયમંડ એક્સપોર્ટ કરવાના કાંડમાં કસ્ટમ અને ડીઆરઆઇ વિભાગે હાલ ફરાર મીત કાછડિયા ફરતે ગાળિયો કસી સેઝની વધુ એક યુનિટમાં તપાસ શરૂ કરી છે. અધિકારીઓને શંકા છે કે, આ યુનિટમાંથી પણ જૂની જ મોડસ ઓપરેન્ડીના સહારે કૌભાંડ આચરવામાં આવ્યું છે.

સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓ હાલ એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ડેટા ચકાસી રહ્યા છે. કસ્ટમ અને ડીઆરઆઇની ટીમે સેઝ ખાતેની એમપી એન્ડ રિસર્ચ સેન્ટર લેબગ્રોન ડાયમંડ કંપનીમાં તપાસ આદરી હતી. આ કંપની લેબગ્રોન હીરા અને લેબગ્રોન હીરાના મશીન બનાવે છે. નોંધનીય છે. કે મીત કાછડિયા છેલ્લાં 10 દિવસથી ફરાર છે. કસ્ટમ અને ડીઆરઆઇના અધિકારીઓ તેને સતત શોધી રહ્યા છે.

મીત અન્ય કંપનીમાં પણ પાર્ટનર હોવાની શંકા
તપાસની શરૂઆતના કારણો જણાવતા અધિકારીએ કહ્યુ કે, શંકા છે કે એમપી એન્ડ રિસર્ચ સેન્ટર લેબગ્રોન ડાયમંડ કંપનીમાંં પણ મીત કાછડિયા પાર્ટનર છે અને આ યુનિટમાં પણ મિસ ડિક્લેરેશન કરવામાં આવ્યું છે. ઉપરાંત જે ડાયમંડ મોકલવામાં આવ્યા છે તેમાં પણ ઘાલમેલ કરવામાં આ‌વી છે.

અન્ય સમાચારો પણ છે...