વિરોધ:સુરત સિવિલના તબીબી શિક્ષકોના સરકાર દ્વારા બંધ કરાયેલા લાભો શરૂ કરવાની માગને લઈને વિરોધ

સુરત8 મહિનો પહેલા
તબીબોએ પોતાની માગ સાથે સાયકલ રેલી યોજી હતી.
  • કેમ્પસમાં સાયકલ યાત્રા કાઢી ડીનની ઓફીસ બહાર ધરણા પર બેસી પ્રદર્શન કરી લાગ્યા

ગુજરાતના તબીબી શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે સુરત સિવિલ હોસ્પિટલ કમ મેડિકલ કોલેજના તમામ પ્રોફેસરો હડતાળનું રણશીંગુ ફૂંક્યું છે. તબીબી શિક્ષકો સરકાર દ્વારા બંધ કરાયેલા લાભો શરૂ કરવાની માગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે.આજે નોન કોવિડનાા તબીબોએ હડતાળ સાથે કામકાજ શરૂ રખાયું છે. આવતીકાલથી કોવિડ હોસ્પિટલમાં પણ તબીબો કામથી દૂર રહેવાની વાત કરી રહ્યાં છે. જેથી દર્દીઓને હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે. તબીબો દ્વારા સાયકલ યાત્રા યોજીને ડીનની ઓફિસ સુધી પ્રદર્શન યોજ્યું હતું.સાંજ સુધીમાં નિર્ણય ન આવે તો ભજન સંધ્યા યોજાશે.

હડતાળ પર ઉતારવા મજબુર બન્યા
આ બાબતે ડો.પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, આજદિન સુધી તમામ વ્યાજબી અને ન્યાયિક પ્રશ્નો વિભાગ દ્વારા હલ કરવામાં આવ્યા નથી. કોવિડ-19 મહામારીમાં નિરંતર સેવા બજાવ્યા છતાં તબીબી શિક્ષકોના પ્રશ્નો અંગે ચર્ચા પણ કરવામાં આવતી નથી. આરોગ્ય વિભાગના અન્ય ઘટકો હડતાળ પાડી પોતાની માગણીઓ મંજુર કરાવવામાં સફળ થયા છે ત્યારે તબીબી શિક્ષકોના નમ્ર કાર્યદક્ષ સ્વભાવ અને સરકાર પર ભરોસો રાખ્યા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેના કારણે તબીબી શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે. પરિણામે ગુજરાતના તમામ કોરોના સામે લડનાર તબીબી શિક્ષકો આખરે વિરોધ પ્રદર્શન કરી હડતાળ પર ઉતારવા મજબુર બન્યા છે.

તબીબી શિક્ષકોની માગણી
તબીબોએ કેટલીક માગણીઓ કરી છે જે પૈકી તમામ એડહોક તબીબી શિક્ષકોની સેવા વિનીયમિત કરવામાં આવે. એક જ સ્થાયી ઠરાવથી આદેશ કરી નિયમિત કરવામાં આવે, રેગ્યુલર તબીબી શિક્ષકોની બાકી રહેલ સેવા વિનીયમિત અને સેવા સળંગના ઓર્ડર કરવામાં આવે એજ સ્થાયી ઠરાવથી આદેશ કરવામાં આવે. 2017થી 7માં પગાર પંચ મુજબ નવા NPA અને પર્સનલ પે મંજુર કરવામાં આવે અને પગારની મહત્તમ મર્યાદા 2017ના ઠરાવ મુજબ રૂ. 2,37,500 કરવામાં આવે, CAS અને ટીકૂ માટે ઈલિજેબલ તબીબી શિક્ષકોને CAS અને ટીકૂના આદેશો તુરંત કરવામાં આવે.

માગ ન સંતોષાય તો કોવિડની કામગીરી પણ બંધ કરવાનું જણાવાયું છે.
માગ ન સંતોષાય તો કોવિડની કામગીરી પણ બંધ કરવાનું જણાવાયું છે.

7માં પગારપંચ મુજબ પગાર આપવા માગ
તબીબી વિક્ષણમાં બાકી રહેલ માત્ર એડહોક ટ્યુટરને 7 માં પગાર મુજબનો પગાર 1-1-2016 થી મંજુર કરવામાં આવે તેવીજ રીતે GMERSમાં Lien પર ફરજ બજાવતા સરકારી તબીબી શિક્ષકોને 7માં પગારપંચ મુજબ પગાર આપવો, CAડ બાદ નામાભિધાનની 2017 થી પડતર ફાઈલનો તુરંત આદેશ કરવામાં આવે, બાકી રહેલ 15% સીનીયર ટ્યુટર માટે ત્રીજું ટીકૂ અને 10 % સીનીયર પ્રાધ્યાપકો માટે HAGના આદેશો તુરંત કરવામાં આવે, તમામના DPCના તુરંત આદેશો કરવામાં આવે.

પોતાની માગો સાથે તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
પોતાની માગો સાથે તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

એસોસિએશનના નિર્ણય પ્રમાણે લડત અપાશે
આરોગ્ય વિભાગ અંતર્ગત કરવામાં આવેલ તમામ એડહોક કે GPSC સેવાઓને હાલની સેવા સાથે જોડવાની પોલીસી ફાઇલને તુરંત મંજુર કરવામાં આવે, GPSC અને DPC નિયમિત રીતે દર વર્ષે કરવામાં આવે તેમજ CAS/Tikoo ના આદેશો નિયમિત માસિક રીતે થાય, હાલ Feeder Cadreમાં એડહોક સેવા બજાવતા તમામ તબીબી શીક્ષકો માટે GPSC પરીક્ષાઓ કરવામાં આવે, GPSC પરીક્ષાઓમાં સરકારી મેડીકલ કોલેજોન અને સંલગ્ન હોસ્પિટલમાં ફરજ બજાવતા પૂર્ણકાલીન શિક્ષકોને પ્રાથમિકતા (3 mark/year of service) આપવામાં આવે, કરારીય નિમણૂક તુરંત બંધ કરવા આવે જેવી માગણીઓ સ્વીકારાય નહીં ત્યાં સુધી એસોસિએશન જે નિર્ણય લેશે તેનો અમલ કરીને લડત આપતા રહીશું.