તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત સરકારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની નવસારી અને રાજપીપળા એમ બે નવી મેડિકલ કોલેજોને જીએમઇઆરએસ એટલે કે ગુજરાત મેડિકલ એન્ડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી (GMERS)માં સમાવવાનો નિર્ણય લીધો છે. આમ સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓએ રૂપિયા પચ્ચીસ હજારની જગ્યાએ ત્રણથી સવા આઠ લાખ સુધીની ફી ભરીને અભ્યાસ કરવાની નોબત આવશે. કેન્દ્ર સરકારે નવસારી અને રાજપીપળાની સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરવાની સાથે મેડિકલ કોલેજો બનાવવાની મંજૂરી આપી હતી.
જોકે, આ મંજૂરી કેન્દ્ર સરકારની સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ ફોર એસ્ટાબ્લિશનમેન્ટ ઓફ ન્યૂ મેડિકલ કોલેજ ફેઝ-થ્રી અંતર્ગત મળી હતી. તેવામાં જ ગુજરાત સરકારે તે બે મેડિકલ કોલેજોને ગુજરાત મેડિકલ એન્ડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી હેઠળ સમાવવાનો ઠરાવ કર્યો છે. એવી વાત છે કે નવસારી અને રાજપીપળા એમ બે નવી મેડિકલ કોલેજો જીએમઇઆરએસ હેઠળ તબક્કાવાર શરૂ થશે. તેની સાથે જીએમઇઆરએસની મેડિકલ કોલેજની જનરલ ક્વોટાની ફી રૂપિયા ત્રણ લાખ અને મેનેજમેંટ ક્વોટાની ફી રૂપિયા સવા આઠ લાખની આસપાસ હોય છે
. જ્યારે સરકારી કોલેજોની ફી પચ્ચીસ હજાર આસપાસ હોય છે. આમ, એક તરફ કોરોનામાં તબીબો મળી રહ્યા નથી. તેવામાં જ બીજી તરફ બન્ને કોલેજોનું ખાનગીકરણ કરતા ઊંચા મેરીટ લાવનારા વિદ્યાર્થીઓએ ઊંચી ફી ભરીને અભ્યાસ કરવાની નોબત આવશે. નવસારી મેડિકલ કોલેજોની સો અને રાજપીપળા મેડિકલ કોલેજોની સો એમ બસો બેઠકો એમબીબીએસની છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.