આત્મહત્યા:પ્રેમિકાનો પરિવાર લગ્ન માટે રાજી ન થતા ડિંડોલીમાં તબીબી વિદ્યાર્થીનો આપઘાત

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં અલગ-અલગ 6 વ્યક્તિઓ પૈકી 3ના બિમારીથી આપઘાત
  • લોનના હપ્તા ન ભરી શકતા રાંદેરના આધેડે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું

પ્રેમિકાનો પરિવાર લગ્ન માટે રાજી ન થતા બિહારમાં તબીબી અભ્યાસ કરતા ડિંડોલીના વિદ્યાર્થીએ તેમજ લોનના હપ્તા ન ભરી શકતા રાંદેરના આધેડે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. અડાજણની માનસિક બીમાર મહિલાએ 7માં માળેથી મોતની છલાંગ લગાડી હતી.

નવગામ-ડિંડોલી : બાલાજી નગર ખાતે રહેતો ધિરજ દામોદર પ્રસાદ(23)વતન બિહારની મેડિકલ કોલેજમાં તબીબી અભ્યાસ કરતો હતો. ધિરજ વતનમાં કોઈક યુવતીના પ્રેમમાં હતો. યુવતીના પરિવારને બન્નેનો પ્રેમસંબંધ મંજુર ન હોવાથી લગ્ન માટે રાજી ન થતા હતાશ ધિરજે ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો.

ભાઠેના : રઝાનગર ખાતે રહેતા હબીબ અહેમદ શેખ(62)પેરાલીસીસની બીમારીથી પીડાતા હતા અને 15 દિવસ પહેલા જ તેમને મોઢાનું કેન્સર હોવાનું નિદાન થતા તેમણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

રાંદેર : રૂષભ ટાવર કલ્પના સોસાયટી ખાતે રહેતા ખેડૂત જયેશભાઈ હરીલાલ મોદી(54)એ મકાન પર 25 લાખની લોન લીધી હતી. છેલ્લા બે મહિનાથી તેઓ લોનના હપ્તા ભરી શકતા ન હતા. જેના ટેન્શનમાં તેમણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

ઉધના : આશાનગર-1 ખાતે રહેતા સંતોષ મનહર દંદાડે(40)છેલ્લા દસ વર્ષથી ટીબીની બીમારીથી પીડાતા હતા. સોમવારે બપોરે તેમણે પોતાના ઘરે બીમારીથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પાલનપુર જકાતનાકા : સિલ્વર પાર્કમાં રહેતા મંગળાબેન અમૃતભાઈ વાઘેલા(50)છેલ્લા 12 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. સોમવારે રાત્રે તેમને જૂના ઘરની યાદ આવતા ઘરેથી ચાલતા ચાલતા નીકળી વર્ધાઈ રેસીડેન્સીમાં પહોંચી પેસેજમાં છઠ્ઠા માળેથી પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું.

કતારગામ : પ્રભુનગર ખાતે રહેતા નીતિન દિલીપભાઈ જોગડીયા(28)પણ સોમવારે સાંજે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે, નીતિને ક્યાં કારણસર આપઘાત કર્યો તે પોલીસ જાણી શકી ન હતી.

અન્ય સમાચારો પણ છે...