તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમિશનરનું બ્રિફિંગ:મેડિકલ સ્ટોર્સમાં તાવ અને શરદીની દવા લેનારની વિગતો રાખવી પડશે, વૃદ્ધ વ્યક્તિઓને કોરોનાને કારણે સમસ્યા થઇ શકે

સુરતએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • APX સરવે : કોમોર્બિડ કંન્ડિશન ધરાવતાં 2,17,920 વૃદ્ધ વ્યક્તિઓને કોરોનાને કારણે સમસ્યા થઈ શકે છે

ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર, સુરત  | શહેરમાં શુક્રવારે કોરોનાની સ્થિતિ શું છે, પાલિકા શું કામગીરી કરી રહી છે, જેવી માહિતી પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવી છે. મેડીકલ સ્ટોર્સમાં તાવ-શરદીની દવા લેવા આવનાર દર્દીની વિગતો રજિસ્ટરમાં રાખવા સુચના
જૈમિની એપ્લિકેશન ઉપર જે તમામ આયુર્વેદીક, હોમિયોપેથીક તબીબો છે તે તમામ પ્રાઈવેટ પ્રેક્ટિશનરને પણ એઆરઆઈના કેસો જૈમિની એપ મારફત જણાવવા માટે સૂચના આપવામાં આવી છે. તેઓની પાસે પણ કોઈ દર્દી આવે તો તે માહિતી પણ પાલિકા પાસે ઉપલબ્ધ હોય માટે આ એક વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે દરેક મેડિકલ સ્ટોર્સમાં પણ જે દર્દીઓ દવા લેવા આવે છે ખાસ કરીને તાવ, શરદી-ખાંસીએ પ્રકારના દવા લેવા આવે તેઓ માટે પણ રજિસ્ટર્ડ રાખવા માટે સુચના આપવામાં આવી છે અને તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.APX સરવે: 11,83,054 ઘરોમાં કુલ 39,11,756 વ્યક્તિઓને આવરી લેવાયા |  એપીએકસ સરવે રાંદેર, કતારગામ, અઠવા, વરાછા-એ-બી, સેન્ટ્રલ, લિંબાયત ઝોનમાં ચાલુ છે.

ટોટલ રાંદેરમાં કોમોર્બિડ અને વૃદ્ધો 10,305, અઠવામાં 21,861, કતારગામમાં 24,690, વરાછા-એમાં 20,243 વરાછા-બીમાં 22,104, સેન્ટ્રલ ઝોનમાં 44,888 અને લિંબાયતમાં 69,214 છે. જોખમ જે વ્યક્તિઓના માટે હોઈ શકે તેવા કુલ 2,17,920 જેવા વ્યક્તિઓને કોરોનાને કારણે પ્રશ્ન થઈ શકે એટલે ખાસ કરીને જે વિસ્તારમાં આ વ્યક્તિઓ છે પાલિકા દ્વારા ખાસ કાળજી રાખવા એક સૂચના અપાશે. આવા ઘરના પરિવારના સભ્યોને વિનંતી છે કે વડિલોનું ધ્યાન રાખવામાં આવે.

જે એપીએકસ સરવે કરવામાં આવ્યો છે તેમાં 11,83,054 ઘરોમાં કુલ 39,11,756 વ્યક્તિઓને આવરી લેવામાં આવ્યા છે.1,53,636 શ્રમિકોને મફતમાં પાલિકાએ સ્ટેશન પહોંચાડ્યા પાલિકા દ્વારા પરપ્રાંતિય શ્રમિકોને રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં 1,53,636 પરપ્રાંતિય શ્રમિકોને રેલવે સ્ટેશન પહોંચાડાયા છે. અત્યારે સંપૂર્ણ મફત સૂવિધા પૂરી પાડવામાં આવી રહી છે, અગાઉ કેટલાંક દિવસો ચાર્જ લેવાયો હતો પછી સંપૂર્ણપણે લોકોને પાલિકા તરફથી બસ સેવા વિના મૂલ્યે આપવામાં આવી રહી છે. સાથે તમામની મેડિકલ સ્ક્રિનિંગની કાર્યવાહી પણ કરાઇ છે
આરોગ્ય સેતુ એપ તમામ શહેરીજનો ડાઉનલોડ કરે 
આરોગ્ય સેતુ એપ્લિકેશન બધા માટે જરૂરીયાત બનશે. આગામી દિવસોમાં આરોગ્ય સેતુ એપ અને તેની બ્લ્યુ ટુથ સિસ્ટમ દ્વારા આપણને આજુ બાજુ કોણ પોઝિટિવ કેસ છે અને કોઈ પોઝિટિવ કેસ આપણી બાજુમાં હોય તો એ તુરંત એલર્ટ કરે છે. અત્યાર સુધીમાં સુરત શહેરમાં 17.19 ટકા લોકોએ એપ્લિકેશનને ખાલી ડાઉનલોડ કર્યું છે. તો શહેરના સો એ સો ટકા લોકો આ એપ્લિકેશનને ડાઉનલોડ કરે તો તેની મદદ મળી રહે.
390 લોકો સુરતમાં આવ્યા, તમામ હોમ ક્વોરન્ટીન
શહેરમાં અન્ય જિલ્લાઓ અને રાજ્યમાંથી જે લોકો આવ્યા છે તેમાં, પલસાણા ચેક પોસ્ટ પરથી અન્ય જિલ્લાના 12 અને અન્ય રાજ્યના 107 કુલ 119 વ્યક્તિ આવ્યાં છે. કડોદરા ચેક પોઈન્ટથી અન્ય જિલ્લાઓના 10 અને અન્ય રાજ્યના 63 એવા કુલ 73, કામરેજ ચેક પોઈન્ટ પરથી અન્ય જિલ્લાના 119 અને અન્ય રાજ્યના 7, આમ ટોટલ 390 વ્યક્તિઓ સુરત સિટીમાં આવ્યાં છે. તેમની ગાડીઓ પર હોમ કોરોન્ટાઇનનું સ્ટીકર સાથે સાથે એપ્લિકેશન ડાઉનલોડ કરવા તેમજ 14 દિવસ સુધી હોમ કોરોન્ટાઇનમાં રહે તે રીતે સુચના અપાઇ છે.
627 વોશ બેસીન મુકવામાં આવ્યા છે
લિંબાયત, ઉધના અને વરાછા-એમાં 627 ફૂટ ઓપરેટેડ મિકેનીકલ હેન્ડ વોશિંગ મશીન મુકાયા છે. એમાં ક્રેડાઈ દ્વારા 25 ફૂટ ઓપરેટેડ વોશ બેસીન મશીનો અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો