તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હનીટ્રેપ:સુરતમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવાનને મહિલાએ બોલાવી શારીરિક સંબંધ બાંધવા કહ્યું, ઈનકાર કરતાં બ્યૂટીપાર્લરમાં ગોંધી રાખી માર માર્યો અને 25 લાખ માગ્યા

સુરતએક મહિનો પહેલા
બ્યૂટીપાર્લર-સંચાલિકાની અટકાયત કરવામાં આવી. - Divya Bhaskar
બ્યૂટીપાર્લર-સંચાલિકાની અટકાયત કરવામાં આવી.
  • ત્રણ જેટલી મહિલા સામે ફરિયાદ નોંધવામાં આવી
  • પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી

સુરતમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવાનને બ્યૂટીપાર્લર સંચાલિકાએ બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં રહેતા અને પરવત પાટિયા ખાતે મેડિકલ શોપમાં નોકરી કરતા યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. પુણા ભૈયાનગરની બ્યૂટીપાર્લર સંચાલક મહિલાએ ગત બપોરે બ્યૂટીપાર્લર પર બોલાવ્યો હતો. ત્યાર બાદ અન્ય મહિલા સાથે શરીર સુખ માણવા દબાણ કર્યું હતું. યુવાને ઇનકાર કરતાં તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.25 લાખની માગણી કરી સંચાલક મહિલા સહિત ત્રણ મહિલાએ ડંડા વડે માર મારી ગોંધી રાખી રૂ.2000 પડાવ્યા હતા.

મહિલાએ યુવાનને મીઠી-મીઠી વાતો કરી ફસાવ્યો હતો.
મહિલાએ યુવાનને મીઠી-મીઠી વાતો કરી ફસાવ્યો હતો.

યુવાનને નંબર આપી શરીર સુખ માણવા સંપર્ક કરવા કહ્યું હતું
મૂળ ગીર-સોમનાથનો વતની અને સુરતમાં પુણા સિલ્વર ચોક પાસે શિક્ષાપત્રી એવન્યુમાં રહેતો 31 વર્ષીય પ્રવીણ બાબુભાઈ રામાણી છેલ્લા ચાર મહિનાથી પરવત પાટિયા શંખેશ્વર કોમ્પ્લેક્સ ખાતે નોબલ ફાર્મસીમાં નોકરી કરે છે. 20-25 દિવસ અગાઉ તેની દુકાને 30થી 35 વર્ષની અજાણી મહિલા ફેશવોશ ક્રીમ લેવા આવી હતી. જોકે દુકાનમાં સ્ટોકમાં ન હતો, તે મહિલાએ સ્માઈલ આપી પોતાની ઓળખ સુમન ઉર્ફે હંસીકા રાજપૂત તરીકે આપી પોતાનો મોબાઈલ નંબર આપી પ્રવીણનો મોબાઈલ નંબર લઈ ક્રીમ મગાવી આપવા કહ્યું હતું. બે-ત્રણ દિવસ બાદ ક્રીમ આવતાં પ્રવીણે ફોન કરતાં સુમન આવી હતી અને ક્રીમ લઈ મીઠી-મીઠી વાતો કરી કહ્યું હતું કે તમારે મહિલાઓ સાથે શરીર સુખ માણવું હોય તો મારો સંપર્ક કરજો.

મહિલાએ જ યુવાનને ફસાવવા માટે પોલીસને બોલાવી હતી.
મહિલાએ જ યુવાનને ફસાવવા માટે પોલીસને બોલાવી હતી.

યુવાનને ડંડા વડે માર માર્યો
ગત સવારે સુમને પ્રવીણને ફોન કરી ફરી શરીર સુખ માણવાની વાત યાદ અપાવી હતી. ત્યાર બાદ પોતાના પુણા ભૈયાનગર સારથી હાઈટ્સ સ્થિત હંસમોર બ્યૂટીસેન્ટરમાં આવવા કહેતા પ્રવીણે ઇનકાર કરી ફોન નહીં કરવા કહ્યું હતું. જોકે બપોરે ફરી ફોન કરતાં પ્રવીણ 2.30 વાગ્યે ત્યાં ગયો ત્યારે ત્યાં સુમન ઉપરાંત 20થી 22 વર્ષની બીજી ત્રણ મહિલા હાજર હતી. તેઓ પાર્લરમાં અંદર ગયાં એ સાથે જ ત્રણેય મહિલાઓએ પાર્લરનું શટર નીચું કરી કાચનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. સુમને ત્રણ મહિલામાંથી એકને સેક્સ માટે પસંદ કરવા કહી એના રૂ.1000 થશે એમ કહેતાં પ્રવીણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, જેથી સુમને તેને માર મારી નજીકમાંથી ડંડો લઈને પણ માર્યો હતો. કુછ કરના નહીં તો ઠીક હૈ, પર પૈસા તો દેના હી પડેગા એમ કહી સુમને રૂ.25 લાખની માગણી કરી હતી.

બ્યૂટીપાર્લર સંચાલિકા સહિત 3 મહિલા સામે ફરિયાદ નોંધાઈ.
બ્યૂટીપાર્લર સંચાલિકા સહિત 3 મહિલા સામે ફરિયાદ નોંધાઈ.

પોલીસે મહિલા અને યુવાનને સાંભળ્યા બાદ કેસ નોંધ્યો
પ્રવીણે તેમને આજીજી કરી જવા દેવા કહેતાં તમામે તેને દુકાનના એક ખૂણામાં બેસાડી દેતાં પ્રવીણે પર્સમાંથી રૂ.2000 કાઢી લીધા હતા. સુમને પૈસે તો તુઝે દેને હી પડેંગે, ઇતને પૈસે સે કયા હોગા, અગર પૈસા નહીં દેગા તો મેં તુઝે પુલીસ કેસ મેં ફસા દૂંગી, તૂ મુઝે જાનતા નઈ હૈ, પૈસે નહીં દિયે તો જાનસે હાથ ધોને પડેંગે કહ્યું હતું. પ્રવીણે તેની માફી માગી હતી છતાં તેઓ માન્યા નહોતાં અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દુકાનનું શટર ખોલી તેનો કોલર પકડી બહાર લાવ્યા હતા. થોડીવારમાં પુણા પોલીસ ત્યાં આવી હતી અને તમામને પોલીસ સ્ટેશન લાવ્યાં હતાં. ત્યાંથી બાકીની ત્રણ મહિલા ચાલી ગઈ હતી. જોકે સુમન અને પ્રવીણની પૂછપરછ બાદ પોલીસે પ્રવીણની ફરિયાદના આધારે સુમન ઉર્ફે હંસીકા રવિભાઈ ચંદ્રપાલસિંઘ કુસ્વાહા અને તેની સાથેની અન્ય બે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી સુમનની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો