તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂકંપને 20 વર્ષ:કચ્છ-ભુજમાં ભૂકંપે મચાવેલી તબાહીના ત્રીજા દિવસે જ સુરતથી મેડિકલ સ્ટાફ પહોંચી ગયેલો, તારાજીનાં દૃશ્યોને સારવાર કરનાર નર્સિંગ સ્ટાફ હજુ પણ ભૂલ્યો નથી

સુરતએક મહિનો પહેલા
બે દાયકા અગાઉ આવેલા ભૂકંપમાં કચ્છ-ભુજનાં શહેરોમાં સુરતના મેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફે ઉમદા સેવા કરી હતી. - Divya Bhaskar
બે દાયકા અગાઉ આવેલા ભૂકંપમાં કચ્છ-ભુજનાં શહેરોમાં સુરતના મેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફે ઉમદા સેવા કરી હતી.
  • હંગામી હોસ્પિટલ ઊભી કરીને સતત નાવા-ધોવાની સુવિધા વગર દર્દીઓની સેવા કરાતી હતી
  • દેશ-વિદેશથી આવેલા તબીબો અને સ્ટાફ સાથે સુરતીઓએ પણ આંખ મીચ્યા વગર સેવા કરી

કચ્છ ભુજમાં આવેલા ભૂકંપને બે દાયકા જેટલો સમય વીતી ગયો છે. રાજ્યની સૌથી મોટી કુદરતી આફતમાં કચ્છ ભુજમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. દેશભરમાં એ આંચકો અનુભવાયેલા, પરંતુ કચ્છ ભુજમાં સૌથી વધુ લોકોનાં મોત થયાં અને ઘર પડી ગયાં હતાં, જેથી ત્યાં સારવાર માટે સુરતથી મેડિકલ સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો. સુરતનો નર્સિંગ સ્ટાફ ત્યાં રાત-દિવસ જોયા વગર કે નાવા-ધોવાની સુવિધા વગર સતત લોકોની સેવામાં રહ્યો હતો. કચ્છ-ભુજના ભૂકંપ બાદ લોકોની સારવારમાં સતત આગળ રહેનારા નર્સિંગ સ્ટાફના સિતારાઓએ ભૂકંપની એ કંપાવી મૂકે એવી વાત કરી હતી. ભૂકંપના ત્રીજા દિવસથી જ સારવાર કરનારા નર્સિંગ સ્ટાફના લોકોએ સમગ્ર ઘટનાનો ચિતાર આપતાં 20 વર્ષે પણ ન ભુલાતી હોવાની વાત કરી હતી.

ભૂકંપને કારણે જ્યાં જુઓ ત્યાં કાટમાળનાં દૃશ્યો કચ્છ-ભુજમાં જોવા મળ્યાં હતાં.
ભૂકંપને કારણે જ્યાં જુઓ ત્યાં કાટમાળનાં દૃશ્યો કચ્છ-ભુજમાં જોવા મળ્યાં હતાં.

ટેન્ટમાં હોસ્પિટલ ઊભી કરાઈ હતી
ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે 26મી જાન્યુઆરી 2001માં ધ્વજવંદન કાર્યક્રમમાં ચક્કર જેવું લાગ્યા બાદ ખબર પડી કે ભૂકંપ છે. સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ હોસ્ટેલ કે હોસ્પિટલમાંથી કૂદી પડતાં તેમને ફેક્ચર થયાં હતાં, પરંતુ આ ઘટના કરતાં પણ કચ્છ-ભુજ અને અંજાર સહિતનાં શહેરમાં મોટી ખાનાખરાબી થઈ હોવાની ખબર પડી હતી. કમિશનરે તાત્કાલિક ત્યાં જવાનું કહ્યું, એટલે 22-25 જણાની ટીમ કચ્છ-ભુજ જવા તાત્કાલિક જવા નીકળી ગઈ હતી. ત્રીજા દિવસે વહેલી સવારે પહોંચ્યા હતા. અમને પ્રવેશદ્વાર પર જ અટકાવી દેવાયા હતા. જેમ તેમ કરીને અંદર પ્રવેશ કર્યો હતો. ગંદકીનો માહોલ હતો, લગભગ તમામ મકાનો ધરાશાયી હાલતમાં હતાં. હંગામી હોસ્પિટલ શરૂ કરી. પાંચ-છ દિવસ નાહ્યા વગર જ કામ કર્યાં. યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી. તમામ લોકો સતત ખડેપગે જ રહેતા હતા. સતત 15 દિવસ સુધી જે દૃશ્યો જોયાં એ આજે પણ યાદ આવતાં જ આંખ ભીની કરી દે છે. કેટલાક કલાક પહેલાં જન્મેલા અને બિનવારસી મળી આવેલા એક બાળકને પરિચારિકાએ ફીડિંગ કરાવી બચાવવાનો પ્રયાસ કર્યો, પણ એને ન બચાવી શક્યા. એ બાળકનું નામ પણ અમે બધા એ ભૂકંપ પાડ્યું હતું. એ દુઃખદ યાદ ક્યારે નહિ ભુલાય.

નર્સિંગ સ્ટાફની બહેનોએ અનાથ થઈ ગયેલાં બાળકોની માતાના રૂપમાં સેવા કરી હતી.
નર્સિંગ સ્ટાફની બહેનોએ અનાથ થઈ ગયેલાં બાળકોની માતાના રૂપમાં સેવા કરી હતી.

રોજના 1500 લોકોના ડ્રેસિંગ કરતા
દિનેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આજે બે દાયકા થવા જઈ રહ્યા છે. કુદરતી આફત એવી ભૂકંપે ભુજને હચમચાવી નાખ્યું હોવાની જાણ થયા બાદ તાત્કાલિક ડિઝાસ્ટરની ટીમ બનાવી એમ્બ્યુલન્સ લઈ ભુજ પહોંચી ગયા હતા. હૃદય ધ્રુજાવતાં દૃશ્યો જોઈ આંખ ભરાઈ ગઈ હતી. આજે પણ યાદ કરતાં રૂંવાડાં ઊભાં થઇ જાય છે.

ઇજાગ્રસ્તોના શરીર પર ધૂળથી ભરેલા હતા. હાથ-પગ અને શરીર પર ઇજાના નિશાન કે ફ્રેક્ચર થયેલી હાલતમાં લોકોને જોઈ કઈ સમજ પડતી ન હતી. રોજના 1500 જેટલા ઇજાગ્રસ્તોને ડ્રેસિંગ કરતા હતા. સ્કોટલેન્ડ અને લંડન સહિતના દેશોની મેડિકલ ટીમ સાથે આવી કામ કરવાનો એક અનુભવ મળ્યો હતો. જ્યાં જોઈએ ત્યાં કાટમાળ અને દર્દીઓ જ જોયા હતા.

મકાન પડી ગયાં હતાં અને નમી ગયાં હતાં એ પણ પાડવા પડે એવી સ્થિતિમાં હતાં.
મકાન પડી ગયાં હતાં અને નમી ગયાં હતાં એ પણ પાડવા પડે એવી સ્થિતિમાં હતાં.

પરિવાર પણ ચિંતામાં રહેતું
નરેશ બારિયાએ જણાવ્યું હતું કે 2000ની સાલમાં નર્સિંગ બ્રધર્સ તરીકે મારી સુરત સિવિલ હોસ્પિટલમાં ભરતી થઈ હતી. માત્ર એક વર્ષનો જ અનુભવ હતો. 2001માં ભૂકંપને મહેસૂસ કર્યો, ત્યાર બાદ કચ્છ-ભુજમાં ભૂકંપની તરાજી બાબતે ખબર પડી ને સરકારે મેડિકલ ટીમ મોકલવા આદેશ કર્યો. બસ, તાત્કાલિક પાણીના બાટલા, સૂકો નાસ્તો લઈ જવાની તૈયારી કરી હતી. એ વચ્ચે નેશનલ ન્યૂઝ ચેનલો પર સમાચાર સાંભળી ચિંતિત પરિવારે અમને 25 જણાની ટીમને વિદાય આપી હતી. રસ્તાઓ પર મોટી તિરાડો જેવી પરિસ્થિતિમાં 16-17 કલાકની મુસાફરી કરી અંજાર પહોંચ્યા હતા. લોકોની કફોડી હાલત જોઈ હૃદય ધ્રૂજી ગયા હતા, જ્યાંથી 30 કિલોમીટર દૂર ભુજમાં આખી હોસ્પિટલ જમીનમાં ધસી ગયેલી હાલતમાં જોઈ હતી. 45થી વધુ દર્દીઓ અને સ્ટાફ પરિચારિકાઓ દટાઈ હોવાની જાણકારી મળી હતી

હંગામી ધોરણે ટેન્ટમાં ઊભી કરાયેલી હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ દ્વારા સારવાર કરવામાં આવતી હતી.
હંગામી ધોરણે ટેન્ટમાં ઊભી કરાયેલી હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ દ્વારા સારવાર કરવામાં આવતી હતી.

માત્ર કાટમાળ જ દેખાતો હતો
રાજેન્દ્ર મકવાણાએ જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીએ આંચકા અનુભવ્યા ને ખબર પડી ભૂકંપ આવ્યો, ભાગદોડ થવા માંડી, એવામાં આદેશ મળ્યો કે ભુજ ટીમ જઈ રહી છે, તાત્કાલિક સુરત આવી ભુજ રાહત કેમ્પમાં જવા નીકળી ગયા હતા. દૂર દૂર સુધી માત્ર કાટમાળના ઢગલા જ દેખાતા હતા. તબુમાં રોકાયા તો એવી લાગ્યું કે એમાં ફાટ પડશે ને અમે બધા ધરતીમાં સમાઈ જશું. જેમતેમ રાત વિતાવી. ત્યાર બાદ બીજા દિવસે કામગીરી શરૂ કરી, સુરતની ટીમે ઇજાગ્રસ્તો લોકોના પરિવાર બની સારવાર કરી અને કરાવી, માર્ગદર્શન આપ્યું, ભારે પવન વચ્ચે ઊડતી રેતીવાળું ભોજન ખાઈ પેટ ભર્યું, બધે જ ઇજગ્રસ્તો દેખાતા હતા. આવી મહામારી વચ્ચે ટીમવર્ક કર્યાનો આનંદ છે.

લોકો ઘરવિહોણા બની ગયા હતા અને કાટમાળમાંથી જીવિત ઈજાગ્રસ્ત નીકળતા લોકોની સારવાર કરાતી હતી.
લોકો ઘરવિહોણા બની ગયા હતા અને કાટમાળમાંથી જીવિત ઈજાગ્રસ્ત નીકળતા લોકોની સારવાર કરાતી હતી.

સર્વે કરીને સુવિધા અપાઈ
સુનીલ મોદીએ જણાવ્યું હતું કે 2001ના ભૂકંપમાં ભુજમાં ગયેલા તમામ બ્રધર્સ લગભગ ન્યૂ જોઇનિંગ જ થયા હતા. ભૂકંપનું એપી સેન્ટર જ કચ્છ-ભુજ હતું, કાચાં મકાનોવાળું ભુજ માટીના ઢગલામાં બદલાઈ ગયું હતું. સુરતની ટીમે આખા ગુજરાતની આગેવાની પહેલીવાર લીધી હતી. સામાન, મેન્સ પાવરનો સર્વે કરી જે-તે જગ્યાએ તમામ સુવિધાઓ પૂરી પાડી હતી. કડીવાલાની આગેવાનીમાં લેવાયેલો નિર્ણય એટલે કે બહેનો ભુજ ભૂકંપમાં નહિ જાય એટલે તમામ બ્રધર્સ આગળ આવ્યા હતા એ નિર્ણય આવકારદાયક હતો.

જ્યાં જુઓ ત્યાં બસ કાટમાળના ઢગલા, ભૂકંપે 2 દાયકા અગાઉ સર્જી દીધા હતા.
જ્યાં જુઓ ત્યાં બસ કાટમાળના ઢગલા, ભૂકંપે 2 દાયકા અગાઉ સર્જી દીધા હતા.

હોનારત ક્યારેય નહીં ભુલાય
કિરણ ડોબરિયાએ જણાવ્યું હતું કે 2001માં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો ત્યારે સરકારના આદેશ બાદ તાત્કાલિક પહોંચી ગયા હતા. માત્ર સૂકો નાસ્તો અને પાણી લઈને ગયા હતા. પહોંચ્યા બાદ ખબર પડી કે એક હોસ્પિટલ જે ધરાશાયી થઈ છે એમાં 45 જણાનાં મોત થયાં છે, જેમાં 11 તો સ્ટાફ પરિચારિકાઓ હતી. તાત્કાલિક ટેન્ટ હોસ્પિટલ, મોબાઈલ હોસ્પિટલો બનાવી રાહત કામગીરીની શરૂઆત કરી દીધી હતી. અનેક સેન્ટર પર ફર્યા, તમામ જગ્યાએ માત્ર તરાજી જ દેખાય રહી હતી. આવા દ્રશ્યો જોઈ હૃદય પણ કાપી ઊઠ્યું હતું. 20 વર્ષ પહેલાંના ભૂકંપની કુદરતી હોનારતે જીવનમાં ઘણું શીખવ્યું, જે ક્યારેય નહીં ભુલાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો