સ્પષ્ટતા:મેડિકલ ઇન્ટર્નશિપ પોતાની કોલેજમાંથી જ કરવી પડશે

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ મેડિકલ કમિશનને સ્પષ્ટતા કરી

હવેથી અંડર ગ્રેજ્યુએટ પૂર્ણ કર્યા બાદ મેડિકલ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ માટે ટ્રાન્સફર નહીં મળશે. વિદ્યાર્થીઓએ પોતાની જ મેડિકલ કોલેજમાંથી ઇન્ટર્નશિપ કરવાની રહેશે. એનએમસી એટલે કે નેશનલ મેડિકલ કમિશને રેગ્યુલેશન્સ-2021 અંતર્ગત પ્રશ્નોના જવાબ જાહેર કર્યા છે. જેમાં પ્રશ્ન કરાયો હતો કે કે ઇન્ટર્નશિપ દરમિયાન ઇન્ટર્નને ટ્રાન્સફરની મંજૂરી છે? જેનો વળતો જવાબ મળ્યો હતો કે નહીં.

ભારતીય મેડિકલ અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ એમની જ ફરજિયાત રોટેટિંગ ઇન્ટર્નશિપ ટ્રેનિંગ સીઆરએમઆઇનો સંપૂર્ણ સમયગાળો તે સંસ્થામાં પૂર્ણ કરવો પડશે. જ્યાં તેઓએ એમની બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી એમબીબીએસનો અભ્યાસ કર્યો છે અને પૂર્ણ કર્યો છે.

ટૂંકમાં પોતાની કોલેજમાંથી ઇન્ટર્નને ઇન્ટર્નશિપ કરવાની રહેશે. વાત એવી પણ છે કે, નિયમ-2021 પહેલા ઇન્ટર્નશિપ માટે નેશનલ મેડિકલ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં આવતી કોલેજમાં ઇન્ટર્નશિપ માટે ટ્રાન્સફર મેળવી શકાતું હતું એટલે કે રાજકોટના ઇન્ટર્નને સુરતની મેડિકલ કોલેજ ખાતે ટ્રાન્સફર મેળવવું હોય તો મેળવી શકાતું હતું.

અન્ય સમાચારો પણ છે...