ક્રાઈમ:79 લાખનું એમડી ડ્રગ્સ મંગાવનાર ઝડપાયો

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નિયોલ ચેક પોસ્ટ પાસેથી ઝડપાયેલો 79 લાખનો એમડી ડ્રગ્સ મંગાવનારા પેડલરને એસઓજીએ ઝડપી પાડ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી તેની પુછપરછ હાથ ધરી છે. નિયોલ ચેક પોસ્ટ પાસેથી સારોલી પોલીસે 2 નવેમ્બરે 79 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા મુંબઈના મોહંમદ અહેમદ પાસેથી ડ્રગ્સ મંગાવનારા વધુ એક પેડલરને એસઓજીએ ઝડપી પાડ્યો છે. પોલીસે મોહંમદ એહેમદની જે તે સમયે પુછપછર હાથ ધરતા તેની પાસેથી ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો રાંદેર પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતા મેહુલ રાજેશ ચૌહાણ(40)એ મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું.

જેથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન એસઓજીએ મળેલી બાતમીના આધારે શનિવારે મેહુલને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પુછપરછ હાથ ધરતા પોતે ચોરી છુપીથી રાંદેર વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું તેમજ મુંબઈથી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યા બાદ ડીલીવરી કરવા આવેલા ઈસમને પોલીસ ઝડપી પાડ્યા બાદ પોલીસ તેને શોધી રહી હોવાથી ફરાર થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. એસઓજીએ મેહુલની જેમ અન્ય કોણ કોણ ડ્રગ્સના ડ્રગ્સનો વેપલો કરે છે અને કેવી રીતે ડ્રગ્સ સપ્લાય કરે છે તે અંગે પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...