તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઈન્ટરનેટ ઉપર સર્ચ કરીને ઘરે લેબ બનાવી MD ડ્રગ્સ તૈયાર કરાતું હતું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 1 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપી મનોજ પાટીલ મહારાષ્ટ્રથી ઝડપાયો
  • ડુમસમાં 9 માસ પૂર્વે કરોડના એમડી ડ્રગ્સ સાથે સલમાન ઝવેરી પકડાયો હતો

ડુમસ રોડ પર 9 માસ પૂર્વે પકડાયેલા 1 કરોડના એમડી ડ્રગ્સ કેસમાં કેમિકલથી એમડી ડ્રગ્સ બનાવતા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મનોજ પાટીલને ક્રાઇમબ્રાંચે પનવેલ પાસેથી પકડી પાડ્યો છે. આ આરોપી ઈન્ટરનેટ પર સર્ચ કરી ઘરે લેબ બનાવી એમડી ડ્રગ્સ તૈયાર કરતો હોવાનું ખૂલ્યું છે.ક્રાઇમબ્રાંચના સ્ટાફે જણાવ્યું કે વાપીની મિલમાંથી અન્ના મોંઘી કિંમતના બે કેમિકલો મુંબઈમાં મનોજ પાટીલને સપ્લાય કરતો હતો. જે કેમિકલોથી મનોજ પાટીલે ઈન્ટરનેટમાં સર્ચ કરી એમડી ડ્રગ્સ બનાવતો હતો. આરોપીએ એમડી ડ્રગ્સ બનાવવા માટે ઘરમાં લેબ પણ બનાવી હતી.

કેમિકલથી તૈયાર કરેલા એમડી ડ્રગ્સનો જથ્થો વીરામની ઉર્ફે અન્ના અન્ડાપયાન અને પ્રવિણ રોહીદાસ મ્હાત્રે મારફતે વાપીના મનોજ શીતલપ્રસાદ ભગતને સપ્લાય કરી દેતો હતો. પછી મનોજ ભગત વાપીથી સુરત ખાતે રહેતા સલમાન ઝવેરીને સપ્લાય કરી આવતો હતો. પકડાયેલા મનોજ ઉર્ફે બાલા લક્ષ્મણ પાટીલ(43)(રહે,જાન્હવી સોસા, રાયગઢ,મહારાષ્ટ્ર)ની ડીસીબીએ ધરપકડ કરી રિમાન્ડ મેળવવા માટેની તજવીજ કરી છે. હાલમાં 16 આરોપીઓ લાજપોર જેલમાં છે. મનોજ પાટીલે ધો-12 સુધી અભ્યાસ કર્યો હતો અને બોઇલર મીકેનીકલનો કોર્ષ કર્યો હતો. સાથે તે લેબર કોન્ટ્રાક્ટ પણ રાખે છે.

ફોર અને બ્રોમીન નામના કેમિકલથી એમડી ડ્રગ્સ બનાવતો,બંને કેમિકલ વાપીથી લાવતા
​​​​​​​ફોર અને બ્રોમીન નામના કેમિકલથી મનોજ પાટીલ એમડી ડ્રગ્સ બનાવતો હતો. આ એમડી ડ્રગ્સ હલકી કક્ષાનો હોય છે. આવી રીતે તેણે બે વાર ડ્રગ્સ બનાવ્યું હતું. શોટકર્ટમાં રૂપિયા કમાવવા માટે તેણે આ રસ્તો અપનાવ્યો હતો. બન્ને કેમિકલો વાપીની ઈન્ડસ્ટ્રીયલમાં ઉપયોગ કરવામાં આવતું હતું. જેમાં બ્રોમીન નામના કેમિકલનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીયલમાં ડ્રાય સ્તુફ અને એગ્રીકલ્ચરમાં જંતુનાશક દવા બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...